For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

50 કરોડની બદનક્ષીની નોટિસનો શર્લિન ચોપ્રાએ જવાબ વાળ્યો

Updated: Oct 27th, 2021

Article Content Image

- શિલ્પા શેટ્ટી-રાજકુંદ્રાએ કરેલ

મુંબઇ : બોલીવૂડ અભિનેત્રી શર્લિન ચોપ્રાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાએ કરેલ રૃા. ૫૦ કરોડની બદનક્ષીની નોટિસનો જવાબ તેની લીગલ ફર્મના માધ્યમથી મોકલ્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મિડિયાના માધ્યમથી આ જાણકારી શેર કરી હતી.  શિલ્પા અને રાજે થોડા દિવસો પહેલા શર્લિન પર કોઈ પણ પ્રકારના પુરાવા વગર તેમની સામે આરોપ કરી તેમને બદનામ કરવાનો આરોપ મૂકી ૫૦ કરોડની બદનક્ષીની નોટિસ મોકલી હતી.

શર્લિને એક ટ્વિટ કરી નોટિસની કોપી પણ જાહેર કરી હતી જેમાં રાજકુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ કરેલ બદનક્ષીની નોટિસનો જવાબ તેની લીગલ ટીમે ૨૩ ઓક્ટોબરના આપી દીધો હોવાનું જણાવ્યું હતું કે  'હિંમતનો અર્થ એવો નથી કે તમે ડરશો જ નહીં, જોકે હિંમતનો અર્થ થાય છે કે કોઈ ભય તમને રોકી શકતો નથી.' આ પહેલા શર્લિને ઘણા ટ્વિટ કરી રાજકુંદ્રા સામેના તેના કેસની વિગત પણ આપી છે.  તે મુજબ ૧૪ એપ્લિલના શર્લિને રાજકુંદ્રા સામે જુહુ પોલીસ સ્ટેશનમાં શોષણની ફરિયાદ કરી હતી. ટ્વિટમાં શર્લિને હજી બીજા ઘણા આરોપો પણ કર્યા હતા. શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાએ ૫૦ કરોડની બદનક્ષીનો કેસ કર્યો છે.

 શિલ્પા અને રાજે બહાર પાડેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'શર્લિન ચોપ્રા દ્વારા રાજ અને શિલ્પા સામે કરવામાં આવેલ તમામ આરોપો ખોટા, બનાવટી અને ઉપજાવી કાઢેલા તેમ જ પાયા વગરના છે. તેમણે આગળ જણાવ્યું હતું કે'શર્લિન ચોપ્રાએ આઇપીસીની કલમ ૪૯૯, ૫૫૦, ૩૮૯ અને ૧૯૫ (એ) હેઠળ ગુનો કર્યો છે. અમને ભારતની ન્યાયપ્રક્રિયા પર પૂર્ણ વિશ્વાસ છે. અને શર્લિન સામે ૫૦ કરોડ રૃપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે.

Gujarat