શેફાલી જરીવાલાના નિધન બાદ પરિવારમાં માતમ, માતાનું કરુણ રુદન, પતિ પણ આઘાતમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ પણ વાંચો : હાનિયા આમિર વિવાદમાં જાવેદ અખ્તરનું દિલજીતને સમર્થન, કહ્યું- પૈસા તો ભારતીયોના જ ડૂબશે
શેફાલીના નિધન બાદ પતિ પરાગ ત્યાગીનો વીડિયો વાઇરલ
મોડી રાત્રે શેફાલીની તબિયત બગડતા તેના પતિ પરાગ ત્યાગી તેને બેલેવ્યુ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં અભિનેત્રીને મૃત જાહેર કરવામાં આવી હતી. શેફાલીના મોતના અમુક કલાકો બાદ એટલે કે શનિવારે વહેલી સવારે તેની ઘરની બહાર તેના શ્વાન 'સિમ્બા' સાથે જોવા મળ્યો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પરાગ શેફાલીનો એક ફોટો હાથમાં ધરીને ઉભો છે. દરમિયાન પરાગ ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તેના ઘરની બહાર પોલીસ વેન પણ જોવા મળી રહી છે.
માતાનું કરુણ રુદન
શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શેફાલીની માતાનો વીડિયો પણ ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. દીકરીના નિધન બાદ તેની માતા સંપૂર્ણપણે હોશ ગુમાવતી ધ્રુસકે-ધ્રુસકે રડતી જોવા મળી હતી.









