Entertainment

હાનિયા આમિર વિવાદમાં જાવેદ અખ્તરનું દિલજીતને સમર્થન, કહ્યું- પૈસા તો ભારતીયોના જ ડૂબશે

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝની અપકમિંગ પંજાબી ફિલ્મ સરદાર જી 3નું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ હવે બે જૂથમાં વહેંચાઈ ગઈ હોય તેવું દેખાય રહ્યું છે. વાસ્તવમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ હાનિયા આમિર જે પાકિસ્તાની છે, જેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. હવે પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને દિલજીતને સમર્થન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાનિયા આમિર વિવાદમાં જાવેદ અખ્તરનું દિલજીતને સમર્થન, કહ્યું- પૈસા તો ભારતીયોના જ ડૂબશે

Javed Akhtar Reaction On Diljit Dosanjh Sardar Ji 3: એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝની અપકમિંગ પંજાબી ફિલ્મ સરદાર જી 3નું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ હવે બે જૂથમાં વહેંચાઈ ગઈ હોય તેવું દેખાય રહ્યું છે. વાસ્તવમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ હાનિયા આમિર જે પાકિસ્તાની છે, જેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. હવે પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને દિલજીતને સમર્થન કર્યું છે.

જાવેદ અખ્તરે દિલજીતનું સમર્થન કર્યું

જાવેદ અખ્તરે કહ્યું કે, 'આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી પાકિસ્તાની લોકોના પૈસા નહીં, પરંતુ ભારતીયોના પૈસા ડૂબશે.' ફિલ્મમાં હાનિયાને કાસ્ટ કરવામાં આવી હોવાથી લોકોએ ફિલ્મનો વિરોધ શરૂ કરી દીધો છે. તેની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જાવેદ અખ્તરે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, 'ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી પાકિસ્તાનને નહીં, પણ ભારતને નુકસાન થશે.'

તેમને નહોતી ખબર કે આવું થશે

જાવેદ અખ્તરે કહ્યું કે, 'હવે બિચારા શું કરે? ફિલ્મનું તો પહેલા જ શૂટિંગ થઈ ગયુ હતું. તેમને તો ખબર નહોતી ને કે આગળ જતા આવી ઘટના બનશે. હવે આમાં પાકિસ્તાનના તો પૈસા નથી ડૂબી રહ્યા, પૈસા તો ભારતીયોના જ ડૂબશે. તો પછી આવો પ્રતિબંધ લગાવવાનો શું ફાયદો?  સેન્સર બોર્ડ અને સરકારે આ બાબતે થોડી ઉદારતા દાખવવી જોઈએ. તેમણે માત્ર એટલું જ કહી દેવું જોઈએ કે બીજી વખત આવું કંઈ ન થવું જોઈએ, પરંતુ જો ફિલ્મ બની ચૂકી હોય, તો તેની રિલીઝ અટકાવવી ન જોઈએ.'

આ પણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવું દિલજીતને ભારે પડશે! 'બોર્ડર-2' ફિલ્મમાંથી કાઢી મૂકવા માંગ

વિશ્વભરમાં 27 તારીખે રિલીઝ થઈ ફિલ્મ

નોંધનીય છે કે, સરદાર જી 3 ફિલ્મને 27 જૂનના રોજ વિશ્વભરમાં રિલીઝ કરી દેવામાં આવી છે, પરંતુ ભારતમાં હજુ પણ આ ફિલ્મની રિલીઝને મંજૂરી નથી મળી. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલીને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. તેણે ઈમ્તિયાઝને કહ્યું કે તમારે દિલજીત દોસાંઝ સાથેના તમામ સબંધો ખતમ કરી દેવા જોઈએ.

દિસજીત સાથે ફિલ્મ બનાવવાની તૈયારીમાં ઈમ્તિયાઝ

જો મીડિયા અહેવાલ પ્રમાણે ઈમ્તિયાઝ હાલમાં દિલજીત સાથે બીજી એક ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જે 2026ના વૈશાખી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ સાથે નસીરુદ્દીન શાહ, શર્વરી વાઘ અને વેદાંગ રૈના જેવા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.