જે 'કાંટા લગા' ગીતના કારણે શેફાલી રાતોરાત સ્ટાર બની, તેના માટે માત્ર રૂ.7 હજાર રૂપિયા મળ્યા હતા; પિતાને નહોતું પસંદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shefali Jariwala Died: બિગ બોસ 13 ફેમ શેફાલી જરીવાલાના અચાનક નિધનથી એન્ટરનેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે. શેફાલી જરીવાલાએ 42 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્ટ્રેસનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. શેફાલીને પહેલી વાર 'કાંટા લગા'ના રિમિક્સથી સફળતા મળી હતી. આ ગીતથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
એક ઈન્ટરવ્યુમાં શેફાલીએ તેને આ સોન્ગ કેવી રીતે મળ્યું હતુ અને ગીત માટે તેને કેટલી ફી મળી હતી તે જણાવ્યું હતું. ઈન્ટરવ્યુમાં શેફાલીએ કહ્યું હતું કે હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. તે દરમિયાન રાધિકા રાવ અને વિનય સપ્રુની જોડીએ મને કોલેજની બહાર જોઈ હતી. ત્યારબાદ તેમણે મને 'કાંટા લગા' રિમિક્સ ઓફર કર્યું.
મારા પિતા આ ગીતની વિરુદ્ધ હતા
એક્ટ્રેસે જણાવ્યું કે, 'શરૂઆતમાં મારા પિતા આ ગીતની વિરુદ્ધ હતા. તે સમયે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એક શિક્ષિત પરિવારમાંથી આવતી હતી. આવી સ્થિતિમાં મારા માતા-પિતા ઈચ્છતા હતા કે હું મારા અભ્યાસ પર ફોકસ કરું.'
આ ગીત માટે માત્ર 7 હજાર મળ્યા હતા
શેફાલીએ કહ્યું કે, 'મારા પિતાને પસંદ નહોતું પરંતુ હું આ ગીતમાં કામ કરવા માગતી હતી કારણ કે મને તેના માટે પૈસા મળી રહ્યા હતા અને હું ખુદને ટીવી પર જોવા માગતી હતી. મને આ ગીત માટે 7 હજાર રૂપિયા મળ્યા હતા. મારા પિતા તેની વિરુદ્ધ હતા, તેથી મેં પહેલા મારી માતાને વિશ્વાસમાં લીધી. ત્યારબાદ મેં અને મારી માતાએ મળીને મારા પિતાને મનાવી લીધા. ત્યારબાદ મેં ગીત કર્યું અને તે એટલું હિટ થયું કે મારી કિસ્મત બદલાઈ ગઈ. તે મારા માટે એકદમ ફેરી ટેલ જેવું હતું.'
આ પણ વાંચો: શેફાલી જરીવાલાના નિધન બાદ પરિવારમાં માતમ, માતાનું કરુણ રુદન, પતિ પણ આઘાતમાં
નચ બલિયે 5માં પતિ સાથે નજર આવી હતી
શેફાલીએ કાંટા લગા બાદ બીજા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેણે પોતાના પતિ પરાગ ત્યાગી સાથે નચ બલિયે 5માં પણ ભાગ લીધો હતો.








