Entertainment

બ્રાન્ડ વેલ્યુમાં કોહલીને બીજા ક્રમે ધકેલી શાહરુખ ખાન પ્રથમ

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ, બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુમાં છેલ્લા બે વર્ષમાં 47% નો જબરદસ્ત વધારો નોંધાયો છે. એક રિપોર્ટ અનુસાર, શાહરુખ હવે 177.9 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે દેશની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ બની ગયો છે. તેણે ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રાન્ડ વેલ્યુમાં કોહલીને બીજા ક્રમે ધકેલી શાહરુખ ખાન પ્રથમ
  • શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ 177.9 મિલિયન ડોલર્સ
  • બે વર્ષમાં શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુમાં 47 ટકાનો વધારો થયો

Virat Kohli and SRK Brand Value News : બોલિવુડના સુપરસ્ટાર શાહરુખખાનની બ્રાન્ડ વેલ્યુમાં બે વર્ષમાં 47 ટકાનો વધારો નોંધાયો છે.

એક સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 અનુસાર શાહરુખખાન 177.9 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે દેશની સૌથી મૂલ્યવાન સેલિબ્રેટી બ્રાન્ડ બની ચૂક્યો છે. દેશના ટોચના પચ્ચીસ સેલિબ્રિટીઝની કુલ બ્રાન્ડ વેલ્યુ બે અબજ ડોલર્સ આંકવામાં આવી હતી.

2023માં 129.7 મિલિયન ડોલર્સ અને 2024માં 145.7 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે શાહરુખખાન યાદીમાં ત્રીજા સ્થાને હતો. છેલ્લા એક વર્ષમાં ટોચની ત્રણ બ્રાન્ડો પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરાવાને કારણે શાહરુખખાનની બ્રાન્ડ વેલ્યુમાં 47 ટકાનો વધારો નોંધાયો હતો.

બ્રાન્ડ વેલ્યુ વધવાને પગલે ક્રિકેટર વિરાટ કોહલીને પ્રથમ સ્થાનેથી હટાવી શાહરુખખાન પ્રથમ સ્થાને આવી ગયો હતો.

શાહરુખખાન લાંબા સમયથી વિવિધ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો હોઇ તેની હાજરી ઓટોમોટિવથી માંડી ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન સુધી જળવાઇ રહી છે. પરંપરાગત એન્ડોર્સમેન્ટ કરતાં આજે સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુ વધારે અસરકારક ગણાય છે.