Entertainment

કિંગની રીલિઝ ડેટ બદલવાની અટકળો શાહરુખે નકારી

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' 24 ડિસેમ્બરે જ રિલીઝ થશે. હોલીવુડની 'અવેન્જર્સ ડુમ્સ ડે' અને 'ડયુન થ્રી' 18 ડિસેમ્બરે આવતી હોવા છતાં, શાહરૂખે તારીખ નહીં બદલવાનું જણાવ્યું. તેણે કહ્યું, "અમે સેન્ટરની ટેસ્ટી ટિક્કી છીએ." શૂટિંગ દરમિયાન થયેલી ઇજાઓ હવે ઠીક થઈ ગઈ છે. આ ફિલ્મ સુહાના ખાન માટે બનાવાઈ છે, જેમાં અભિષેક બચ્ચન વિલન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિંગની રીલિઝ ડેટ બદલવાની અટકળો શાહરુખે નકારી
  • ડયુન થ્રી -અવેન્જર્સ ડુમ્સ ડે સાથે ટક્કર નક્કી
  • ફિલ્મ સેન્ડવીચ થશે તો શાહરૂખનો જવાબ, બાકી બ્રેડ પીસ કા ભી સોચો, હમ તો સેન્ટર કી ટેસ્ટી ટિક્કી હૈ

મુંબઈ : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ' ૨૪ ડિસેમ્બરે જ રજૂ કરવામાં આવશે તેમાં કોઇ ફેરફાર થશે નહીં. આસ્ક મી એનીથિંગ સેશન દરમ્યાન શાહરૂખ ખાને તેના પ્રશંસકોના સવાલોના જવાબમાં આ બાબત જણાવી હતી. શૂટિંગ શિડયૂલમાં ફેરફારને કારણે આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલાશે તેવી અટકળોને તેણે આમ નકારી કાઢી છે.
'કિંગ' રજૂ થવાના એક અઠવાડિયા પહેલાં હોલિવૂડનીફિલ્મો અવેન્જર્સ ડુમ્સ ડે અને ડયુન થ્રી ૧૮ ડિસેમ્બરે રજૂ થવાની છે. તો ફિલ્મ રજૂ કરવાની તારીખ બદલશો તેવો એક ચાહકે સવાલ કરી ઉમેર્યું હતું કે આમાં કિંગ તો સેન્ડવીચ થઇ જશે ત્યારે શાહરુખે તેની લાક્ષણિક શૈલીમાં જવાબ આપ્યો હતો કે તારીખ નહીં જ બદલાય. બાકી બ્રેડ પીસ કા ભી તો સોચો..હમ તો સેન્ટર કી ટેસ્ટી ટિક્કી હૈં.
ફિલ્મમાં સૌથી મુશ્કેલ શું બની રહ્યું તેવા સવાલના જવાબમાં શાહરૂખે જણાવ્યું હતું કે મને થોડી ઇજાઓ થઇ હતી એટલે શૂટિંગ ઘણીવાર બંધ કરવું પડયુ હતું પણ હવે બધું તુટેલું તે સંધાઇ ગયું છે. અબરામ 'ડુમ્સ ડ'ે પહેલાં જોશે કે 'કિંગ' તેવા સવાલનો જવાબ આપતાં શાહરૂખે જણાવેલું, પહલે તો બાપ હી આયેગા બેટા.
ઉલ્લેખનીય છે કે શાહરુખે દીકરી સુહાનાની કેરિયરને આગળ ધપાવવા માટે આ ફિલ્મ બનાવી છે. તેમાં અભિષેક બચ્ચન વિલનના રોલમાં હોવાનું કહેવાય છે.