Entertainment

હંસલ મહેતાની સ્કૂપની સિઝન ટુ ફેબુ્રઆરીમાં રજૂ કરવામાં આવશે

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: હંસલ મહેતાની લોકપ્રિય વેબ સિરીઝ 'સ્કૂપ'ની બીજી સિઝન ફેબ્રુઆરીમાં સ્ટ્રીમ થશે. હાલ તેનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. આ વખતે 'સ્કૂપ' પત્રકારત્વની ફ્રેન્ચાઈઝી બનશે, જેમાં નવી સ્ટોરી અને નવા પાત્રો જોવા મળશે. પ્રથમ સિઝન જિજ્ઞા વોરાના સંસ્મરણો પર આધારિત હતી, પરંતુ બીજી સિઝનમાં તેમનો કોઈ ઉલ્લેખ નહીં હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

હંસલ મહેતાની સ્કૂપની સિઝન ટુ ફેબુ્રઆરીમાં રજૂ કરવામાં આવશે
  • સ્કૂપ જિજ્ઞા વોરાના સંસ્મરણો પર આધારીત હતી
  • હંસલ મહેતાએ સ્કૂપને પત્રકારત્વની ફ્રેન્ચાઇઝમાં ફેરવી, નવી જ સ્ટોરી અને નવા પાત્રો રજૂ કરાશે

મુંબઇ : હંસલ મહેતાની સ્કૂપ વેબ સીરિઝની સેકન્ડ સિઝન ફેબ્રુઆરીમાં સ્ટ્રિમ કરવામાં આવશે. હાલ તેનું પ્રોડકશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
હંસલ મહેતાએ ૨૦૨૩માં જ જણાવ્યું હતું કે તેઓ સ્કૂપની સિઝન ટુ ડેવલપ કરી રહ્યા છે. જે સિઝન વન કરતાં એકદમ અલગ હશે. હંસલ મહેતાએ સ્કૂપને પત્રકારત્વની ફ્રેન્ચાઇઝમાં ફેરવી નાંખી હોઇ સેકન્ડ સિઝનમાં નવી સ્ટોરી, નવા માહોલમાં નવા પાત્રો સાથે રજૂ કરવામાં આવશે. તેમાં જિજ્ઞા વોરાનો કોઇ ઉલ્લેખ નહીં હોય.
સ્કૂપની પહેલી સિઝન ક્રાઇમ રિપોર્ટર જિજ્ઞા વોરાના સંસ્મરણો બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલાઃ માય ડેઝ ઇન પ્રિઝન પરથી પ્રેરિત હતી. જિજ્ઞા વોરાને ક્રાઇમ રિપોર્ટર જે ડે હત્યા કેસમાં કેદની સજા થઇ હતી.
આ સજાના અનુભવો તેણે પુસ્તકમાં આલેખ્યા હતા. જિજ્ઞા વોરા પરથી સ્કૂપમાં કરિશ્મા તન્નાએ ભજવેલું જાગૃતિ પાઠકનું પાત્ર સર્જવામાં આવ્યું હતું. જો કે સ્કૂપની સિઝન ટુમાં જિજ્ઞાનો કોઇ ઉલ્લેખ સુદ્ધાં કરવામાં નહીં આવે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.