Get The App

કોણ છે અર્જુન પ્રતાપ બાજવા: જેની સાથે કેદારનાથ ધામ પહોંચી સારા અલી ખાન, ડેટિંગની અટકળો

Updated: Oct 31st, 2024

GS TEAM

Google News
Google News
Sara Ali khan

Sara Ali Khan Rumored Boyfriend: સારા અલી ખાન હાલમાં જ કેદારનાથના દર્શન કરવા ગઈ હતી. જ્યાં તેનો બોયફ્રેન્ડ અર્જુન પ્રતાપ બાજવા સાથે ગઈ હોવાની અટકળો વહેતી થઈ છે. આ અટકળો પાછળનું કારણ એક તસવીર છે. જે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.

સારા અલી ખાને બુધવારે જ ઈન્સ્ટાગ્રામ પર કેદારનાથ દર્શનની તસવીરો શેર કરી હતી. અને એક મીડિયા સ્રોત રેડિટ દ્વારા તેની આ મુલાકાત પૈકી એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં સારા અર્જુન સાથે ભગવાનને શીશ ઝૂકાવતી જોવા મળી છે. આ તસવીર પરથી સોશિયલ મીડિયા યુઝર્સ અંદાજ લગાવી રહ્યા છે કે, સારા અને અર્જુન પ્રતાપ ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ સત્તાવાર આ અંગે કોઈ જાહેરાત કરી નથી.

આ પણ વાંચોઃ જાહ્નવી અને ખુશી, શિખર અને વૈદાંગ ચારેય સાથે ટ્રીપ પર

કોણ છે અર્જુન પ્રતાપ બાજવા?

અર્જુન પ્રતાપ બાજવા પીઢ રાજકારણી, ફતેહ જંગ સિંહ બાજવાના પુત્ર છે, જેઓ હાલમાં પંજાબમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉપાધ્યક્ષ છે. તેનો આખો પરિવાર સક્રિય  રાજકારણમાં સામેલ છે. પરંતુ અર્જુન શૉબિઝમાં નસીબ અજમાવવા માગે છે. જે સુપર મોડલ અને એક્ટર છે. દેશના કેટલાક પ્રચલિત ડિઝાઈનર્સ માટે રેમ્પ વોક પણ કર્યું છે. તે ઓસ્કાર માટે પસંદ થયેલી ડિરેક્ટર ગિરીશ મલિકની ‘બેન્ડ ઓફ મહારાજાઝ’માં પણ જોવા મળ્યો હતો.

પિતા ભાજપમાં પણ દિકરો કોંગ્રેસ પ્રેમી

અર્જુન પ્રતાપના પિતા ભાજપમાં સક્રિયપણે જોડાયેલા છે. જ્યારે અર્જુન પ્રતાપ 2022 સુધી પંજાબની જિલ્લા પરિષદમાં કોંગ્રેસ પક્ષનો સૌથી યુવા પ્રતિનિધિ હતો. તેના 41.8k ફોલોઅર્સ છે. એક્ટર અને મોડલ અર્જુન પર્વતારોહક પણ છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની સારી એવી મિત્ર છે. બંને અવારનવાર એક સાથે પાર્ટીમાં જોવા મળ્યા છે.

કોણ છે અર્જુન પ્રતાપ બાજવા: જેની સાથે કેદારનાથ ધામ પહોંચી સારા અલી ખાન, ડેટિંગની અટકળો 2 - image