Get The App

જાહ્નવી અને ખુશી, શિખર અને વૈદાંગ ચારેય સાથે ટ્રીપ પર

Updated: Oct 31st, 2024

GS TEAM

Google News
Google News
જાહ્નવી અને ખુશી, શિખર  અને વૈદાંગ ચારેય સાથે ટ્રીપ પર 1 - image


- સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટાથી અનુમાન

- ચારેયએ એક જ લોકેશનના અલગ અલગ ફોટો એક જ સમયગાળામાં શેર કર્યા

મુંબઈ : સંખ્યાબંધ બોલીવૂડ કલાકારો  દિવાળી વેકેશન માણવા વિદેશનાં જુદાં જુદાં લોકેશન્સ પર પહોંચવા માંડયાં છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂર અને તેમના બંનેના બોયફ્રેન્ડ એમ ચારેય કોઈ અજાણી જગ્યાએ વેકેશન ગાળી રહ્યાં છે.

જાહ્નવી અને શિખર પહાડિયાનું અફેર જગજાહેર થઈ ચૂક્યું છે. જ્યારે ખુશી પણ 'આર્ચીઝ' ફિલ્મના તેના કો સ્ટાર વૈદાંગ રૈના સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી તથા ખુશીએ અલગ અલગ ફોટા શેર કર્યા હતા. તે જ સમયગાળામાં શિખર અને વૈદાંગે પણ એ જ લોકેશનના ફોટા શેર કર્યા હતા. તે પરથી લોકોએ તાળો મેળવી લીધો છે કે ચારેય જણ કોઈ એક જગ્યાએ સાથે વેકેશન ગાળી રહ્યાં છે. 

લોકોએ આ  ફોટો તથા વીડિયોની સમીક્ષા કરી ખુશી એક ફોટોગ્રાફર તરીકે બહુ સારી સેન્સ ધરાવે છે તેવો ચુકાદો પણ આપી દીધો છે. 

જાહ્નવી અને શિખર પરિવાર સાથે ફોરેન ટ્રીપ પર અગાઉ પણ અનેક વખત જઈ ચૂક્યાં છે. હવે બંને બહેનો પોતપોતાના બોયફ્રેન્ડઝ સાથે ટ્રીપ પર જવા લાગી છે. જાહ્નવી અને શિખરના સંબંધોની પુષ્ટિ ખુદ બોની કપૂરે પણ કરી દીધી છે. 

Tags :