બર્થ ડે સ્પેશિયલ: માધુરી દીક્ષિતથી લઈને રેખા સુધી આ સેલિબ્રિટીઝ સાથે સંજય દત્તના અફેરની રહી ચર્ચા
Sanjay Dutt: સંજય દત્ત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ દત્ત અને નરગિસ દત્તના પુત્ર સંજય દત્તની ફિલ્મ કારકિર્દી ઘણી સફળ રહી છે. 1980ના દસકામાં અભિનય કારકિર્દી શરૂ કરી, ત્યારથી ત્યારથી સંજય દત્ત અનેક હિટ ફિલ્મ આપી ચૂક્યો છે. સંજય દત્તનું સ્ટારડમ માત્ર બોલિવૂડ પૂરતું મર્યાદિત નથી, તાજેતરના વર્ષોમાં તેમણે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અલગ ઓળખ ઊભી કરી છે. જો કે, સંજય દત્ત કારકિર્દી દરમિયાન ઘણાં વિવાદોમાં ફસાયેલા રહ્યા. એક જમાનામાં તેના લવ અફેરની ઘણી ચર્ચા થતી. ત્યાં સુધી કે, પાંચ ટોચની અભિનેત્રી પણ તેના પ્રેમમાં હોવાનું કહેવાય છે.
ચાલો આજે બોલિવૂડના 'ખલનાયક' ની લવ લાઈફ વિશે...
સંજય દત્તનું ટીના મુનીમ સાથે અફેર હતું
સંજય દત્તની 1981માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ 'રોકી' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને તેઓ રાતોરાત ખાસ કરીને મહિલાઓ વચ્ચે સેન્સેશન બની ગઈ હતી. ઘણી અગ્રણી અભિનેત્રીઓ તેમના આકર્ષણથી પ્રભાવિત થઈ હતી. આ સમય દરમિયાન તેમના પાંચ અભિનેત્રીઓ સાથે પણ રિલેશનશિપમાં હતા.
સંજય દત્ત અને ટીના મુનીમના લવ અફેર તો ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. બોલિવૂડ શાદી.કોમના જણાવ્યા પ્રમાણે સંજય દત્ત અને ટીના મુનીમ બાળપણના મિત્રો હતા અને થોડા સમય બાદ તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. સંજય દત્તનો ટીના સાથેનો સંબંધ તેમની પહેલી ફિલ્મ 'રોકી' દરમિયાન ગાઢ બન્યો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ટીનાએ સંજય દત્તને દારૂ પીવાની ખરાબ આદતને કારણે છોડી દીધો હતો.
માધુરી દીક્ષિત સાથે રિલેશનશિપમાં હતો સંજય દત્ત
સંજયનો સૌથી વધુ ચર્ચિત સંબંધ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે રહ્યો હતો. એવુ કહેવાય છે કે, વર્ષ 1991માં આવેલી ફિલ્મ સાજનના શૂટિંગ દરમિયાન બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેઓ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ બદકિસ્મત એવુ થયું નહી. એવુ કહેવાય છે કે, 1993માં સંજય દત્ત પર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, એ પછી તેમને સંબંધ ખતમ થઈ ગયો હતો.
સંજય દત્તના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી રેખા
રેખા અને સંજય દત્ત ફિલ્મ જમીન આસમાનમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે રેખાએ એક મંદિરમાં જઈને સંજય દત્ત સાથે લગ્ન કરી લીધા હતા. બંને ઘણો સમય સુધી ઘરથી ગાયબ રહ્યા હતા. જ્યારે સુનીલ દત્તને રેખા અને સંજય દત્તના લગ્ન વિશે ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા. તેમણે સંજય દત્તને શોધી કાઢ્યો અને તેના લગ્ન રિચા શર્મા સાથે કરાવી દીધા. રેખા સંજય દત્ત કરતા લગભગ 5 વર્ષ મોટી છે. તેણે રેખાને સંજયથી દૂર રહેવાની સલાહ આપી. એવું પણ કહેવાય છે કે રેખા તેના માંગમાં સંજય દત્તના નામ પર સિંદૂર લગાવે છે.
રેખા સંજય દત્તના પ્રેમમાં પડી ગઈ હતી
રેખા અને સંજય દત્ત ફિલ્મ 'જમીન આસમાન'માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી ગઈ. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, રેખાએ સંજય દત્ત સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. બંને ઘણા અઠવાડિયા સુધી ઘરેથી ગાયબ રહ્યા. સુનિલ દત્તને રેખા અને સંજય દત્તના લગ્નની જાણ થતાં જ તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેમણે સંજય દત્તને શોધી કાઢ્યો અને તેના લગ્ન રિચા શર્મા સાથે કરાવી દીધા. રેખા સંજય દત્ત કરતા લગભગ 5 વર્ષ મોટી છે. તેણે રેખાને સંજયથી દૂર રહેવાની સલાહ આપી હતી. એવું પણ કહેવાય છે કે રેખા તેના માંગમાં સંજય દત્તના નામ પર સિંદૂર લગાવે છે.
નાદિયા દુર્રાની અને લિસા રે સાથે પણ સંબંધ હતો
સંજય દત્તના નાદિયા દુર્રાની સાથે પણ પ્રેમ સંબંધની પણ ચર્ચા થઈ હતી. મીડિયાના અહેવાલ પ્રમાણે રિયા સાથે લગ્ન કરનારા સંજય અને નાદિયા ડેટિંગ કરી રહ્યા હતા. નાદિયા અમેરિકામાં ફિલ્મ 'કાંતે' ના શૂટિંગ દરમિયાન સેટ પર પહોંચી હતી. એ પછી રિયાએ સંજયથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન નાદિયા ફરીથી ફિલ્મોથી દૂર થઈ ગઈ. જ્યારે સંજય ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે લિસા રે તેનો સહારો બની હતી. જોકે, આ દંપતીનો સંબંધ થોડાક મહિના જ પૂરો થઈ ગયો.
રિચા શર્મા સંજય દત્તની પહેલી પત્ની હતી
સંજય દત્તે 1987માં અભિનેત્રી રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્રી ત્રિશલા દત્ત છે, જે ન્યૂયોર્કમાં રહે છે. લગ્ન બાદ રિચાને કેન્સર થયું હતું. અમેરિકામાં તેમની સારવાર પણ થઈ હતી, પરંતુ બાદમાં તેની તબિયત વધુ બગડી ગઈ અને 10 ડિસેમ્બર, 1996ના રોજ, 32 વર્ષની ઉંમરે રિચા શર્માએ આ દુનિયાને અલવિદા કહી દીધું. રિચા શર્માએ દેવ આનંદની 'હમ નૌજવાન', 'અનુભવ', 'ઈન્સાફ કી આવાઝ', 'સડક છાપ' જેવી ફિલ્મોમાં કામ કર્યું.
10 વર્ષ ચાલ્યા હતા સંજય દત્તના બીજા લગ્ન
પહેલી પત્ની ઋચાનું મોત બાદ સંજય દત્તના જીવનમાં મોડલ રિયા પિલ્લઈની એન્ટ્રી થઈ, તેઓ એકબીજાને પહેલાથી જ જાણતા હતા. જ્યારે સંજયને મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં જેલ જવાનું થયું, ત્યારે રિયા સાથે તેની વધુ નજીક આવી ગયા હતા. તે દરમિયાન રિયાએ સંજયનો સાથે છોડી દીધો હતો. સંજયે રિયા પિલ્લઈને મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભેલી જોઈ અને તેના સ્વભાવે તેનું દિલ જીતી લીધું. જેલમાંથી બહાર આવ્યા પછી, સંજયે વેલેન્ટાઈન ડે પર રિયાને પ્રપોઝ કર્યું અને 14 ફેબ્રુઆરી, 1998 ના રોજ તેમના લગ્ન થયા.
આ પણ વાંચો: છાવાનો રેકોર્ડ તોડશે સૈયારા? બોક્સ ઓફિસ પર દબદબો, કુલ કમાણી રૂ.250 કરોડને પાર
જોકે, રિયા સાથે લગ્ન કર્યા પછી સંજય દત્તે એક સાથે ઘણી ફિલ્મો સાઇન કરી અને તે શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો. આ કારણે, તે રિયાને સમય આપી શક્યો નહીં અને પછી તેમની વચ્ચે અંતર વધી ગયું અને લગ્નના દસ વર્ષ પછી 2008 માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ લગ્ન તૂટવા માટે સંજય દત્તને જવાબદાર ઠેરવવામાં આવ્યો, જેના કારણે લોકો તેને ખલનાયક માનવા લાગ્યા. પરંતુ, કેટલાક જાણકારોનું કહેવું છે કે, જ્યારે સંજય દત્ત માન્યતા સાથે નજીક આવી રહ્યો હતો, ત્યારે રિયા ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને ડેટ કરી રહી હતી. બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા માટે અરજી કરી.
આખરે સંજય દત્ત માન્યતા સાથે ઠરીઠામ થઈ ગયો
સંજયની બીજી પત્ની રિયા પિલ્લઈ સાથે છૂટાછેડા થયા બાદ સંજયે 7 ફેબ્રુઆરી 2008માં ગોવાના તાજ એક્સોટિકામાં માન્યતા સાથે લગ્ન કર્યા હતા. માન્યતા મુસ્લિ છે અને તેનું સાચુ નામ દિલનવાજ શેખ છે. માન્યતા સાથે લગ્નના બે વર્ષ બાદ 21 ઓક્ટોમ્બર 2010 માં આ દંપતીએ તેમના જોડિયા બાળકો શહરાન (પુત્ર) અને ઇકરા (પુત્રી)નું સ્વાગત કર્યું. આજે, આ દંપતી સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યું છે.