છાવાનો રેકોર્ડ તોડશે સૈયારા? બોક્સ ઓફિસ પર દબદબો, કુલ કમાણી રૂ.250 કરોડને પાર
Image Source: Twitter
Saiyaara box office collection: અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર ફિલ્મ સૈયારા હાલમાં બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે. અહાન પાંડે અને અનીત પડ્ડા એક એવા ડ્રીમ ડેબ્યૂના સાક્ષી બની રહ્યા છે જેની કલ્પના દિગ્દર્શક મોહિત સૂરી કે પ્રોડક્શન હાઉસ YRFએ પણ નહીં કરી હશે. આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર દબદબો છે અને તેણે જબરદસ્ત કલેક્શન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. બીજા વીકેન્ડ પર પણ આ ફિલ્મે ઘણી કમાણી કરી છે. તો ચાલો જાણીએ કે 'સૈયારા'નું રિલીઝના 11મા દિવસે એટલે કે બીજા સોમવારે કેટલું કલેક્શન થયું છે?
છાવા પછી વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'સૈયારા'ના રિલીઝ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મને દર્શકોનો આટલો બધો પ્રેમ મળશે. આ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામાએ લોકો પર એવો જાદુ કરી દીધો છે કે તેનો ક્રેઝ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. વીકેન્ડ પર તો તેના શો સવારથી રાત સુધી હાઉસફુલ જઈ રહ્યા છે. આ સાથે જ તેનું કલેક્શન પણ ખૂબ વધી રહ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે 'સૈયારા' એ સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત 2025ના તમામ સુપરસ્ટારની ફિલ્મોને ધૂળ ચટાડી દીધી છે. આ સાથે જ આ ફિલ્મ વિકી કૌશલની 'છાવા' પછી વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
સૈયારાની કુલ કમાણી રૂ.250 કરોડને પાર
- અહાન પાંડે સ્ટારર ફિલ્મે રિલીઝના પ્રથમ અઠવાડિયે 172.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- ત્યારબાદ 8માં દિવસે ફિલ્મે 8 કરોડ, 9માં દિવસે 26.5 કરોડ અને 10માં દિવસે 30 કરોડનું કલેક્શન કર્યું હતું.
- બીજી તરફ સૈકનિલ્કના અર્લી ટ્રેડ રિપોર્ટ પ્રમાણે 'સૈયારા' એ રિલીઝના 11મા દિવસે 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
- આ સાથે જ 'સૈયારા' એ રિલીઝના 11 દિવસોની કુલ કમાણી હવે 256. 75 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
છાવાનો રેકોર્ડ તોડશે સૈયારા?
'સૈયારા'એ રિલીઝના 11મા દિવસે એટલે કે, બીજા સોમવારે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે. જોકે, તેની કમાણી 250 કરોડને વટાવી ગઈ છે. આ સાથે જ તે હવે વર્ષની સૌથી મોટી ફિલ્મ 'છાવા' ના 615.39 કરોડનો રેકોર્ડ નજીક પહોંચી ગઈ છે. જોકે, 'છાવા'ના આ મોટા કલેક્શનનો રેકોર્ડ તોડવા માટે 'સૈયારા' ને 350 કરોડનો કલેક્શન કરવાની જરૂર પડશે. જે સરળ નથી. આવી સ્થિતિમાં 'સૈયારા' બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે તે જોવા જેવું હશે.