ફિલ્મ 'મહાવતાર નરસિંહ' બની ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ, ત્રણ દિવસમાં તોડ્યા તમામ રેકોર્ડ
Mahavatar Narsimha BO Collection Day 3: અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત એનિમેટેડ ફિલ્મ 'મહાવતાર નરસિંહ' એ માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર એવો કમાલ કરી બતાવ્યો છે, કે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 25 જુલાઈના રોજ રિલીઝ આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'હનુમાન' ના નામે હતો. પરંતુ હવે આ 'મહાવતાર નરસિંહ' એ તેને પાછળ છોડી દીધી છે.
આ પણ વાંચો: સૈયારા ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની, બોક્સ ઓફિસ કલેક્શન પર ધૂમ
ત્રણ દિવસમાં બમ્પર કમાણી
25 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મે શુક્રવારે લગભગ 2.10 કરોડ રૂપિયા અને શનિવારે 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી. પરંતુ ખરો ધમાકો રવિવારે થયો હતો, જ્યારે ફિલ્મે 11 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. માત્ર ત્રણ દિવસમાં ફિલ્મે 19 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, જેમાં 15.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન છે. તેના હિન્દી વર્ઝનએ શુક્રવાર અને શનિવારે 4.50 કરોડ રૂપિયા અને રવિવારે 6.75 થી 7 કરોડ રૂપિયાની કમાણી કરી. તો સપ્તાહના અંતે કુલ કમાણી 13.50 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ. તેલુગુ વર્ઝનએ પણ ત્રણ દિવસમાં લગભગ 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત, ફિલ્મે તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ લગભગ 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો: મહિલા ચાહકે વારસામાં આપેલી રૂ.72 કરોડની સંપત્તિનું શું કર્યું? સંજય દત્તનો ખુલાસો
ફિલ્મની આગામી સિક્વલ
ફિલ્મમાં ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહની સ્ટોરી બતાવવામાં આવી છે. જે તેમના ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે પ્રગટ થાય છે. આ શાનદાર એનિમેશન, ગ્રાફિક્સ અને મજબૂત વાર્તાને કારણે આ ફિલ્મ દરેક ઉંમરના દર્શકોને પસંદ આવી રહી છે. 'મહાવતાર નરસિંહ' પછી ભગવાન વિષ્ણુના ઘણા પાત્રો પર ફિલ્મો બનવા જઈ રહી છે, જેમાં મહાવતાર પરશુરામ (2027), મહાવતાર રઘુનંદન (2029), મહાવતાર દ્વારકાધીશ (2031), મહાવતાર ગોકુલાનંદ (2033), મહાવતાર કલ્કી ભાગ 1 (2035) અને મહાવતાર કલ્કી ભાગ 2 (2037)નો સમાવેશ થાય છે.