દિગ્ગજ તમિલ અભિનેતા વિશાલ 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે લગ્ન, જાણો કોણ છે સાઈ ધનશિકા?
Who Is Sai Dhanshika: તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણા આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. તે સાઈ ધનશિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે પરંતુ બન્ને વચ્ચે ઉંમરનો તફાવત પણ ચર્ચાનો વિષય છે. જો સાઈ ધનશિકા વિશે વાત કરીએ તો તે જાણીતી તમિલ અભિનેત્રી છે. તેણે પોતાની કારકિર્દીમાં પેરનમઈ, માંજા વેલુ અને નિલ ગવાની સેલાથે જેવી ફિલ્મો કરી છે. અરાવન અને પરદેશીમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરાઈ હતી. કબાલીમાં ધનશિકા સુપરસ્ટાર રજનીકાંતની પુત્રીની ભૂમિકામાં જોવા મળી હતી. આ ભૂમિકા માટે તેને ખૂબ યાદ કરવામાં આવે છે.
એક્ટ્રેસે પોતાની મજબૂત ઓળખ બનાવી
સાઈ ધનશિકાએ પોતાના અભિનય માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા છે. ધનશિકાએ દક્ષિણમાં બે ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. તેણે પોતાના અલગ-અલગ પાત્રો દ્વારા પોતાની એક મજબૂત ઓળખ બનાવી છે.
બંને ઘણા વર્ષોથી એકબીજાને જાણે છે
વિશાલ અને સાઈ ધનશિકા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે અને સારા મિત્રો છે. જોકે બન્નેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો અને ન તો જાહેરમાં ક્યારેય આ વિશે વાત કરી હતી.