ગોવિંદા-સુનિતાના વિવાદમાં સલમાનની Exની એન્ટ્રી, 'દીકરીની ઉંમરની હીરોઈન'વાળા મેણાં પર આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Somy Ali Supports Govinda: 90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહૂજા વચ્ચેનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. સુનીતા અવારનવાર જાહેર મંચ પરથી પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને તેમની કરતાં નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કરવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. સુનીતાએ અનેક વખત ગોવિંદા પર આકરા પ્રહારો કર્યા હતા, જે બાદ વળતો પ્રહાર કરતા ગોવિંદાએ પણ સુનીતાને પોતાની મર્યાદામાં રહેવા જણાવ્યું હતું. હવે ગોવિંદાના ચારિત્ર્ય સામે સવાલો ઊભા થતાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી તેમના સપોર્ટમાં આગળ આવી છે.
ગોવિંદાના સપોર્ટમાં શું બોલી સોમી?
સોમી અલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગોવિંદા સાથેના પોતાના અનેક થ્રોબેક ફોટોઝનો એક કોલાજ શેર કર્યો છે. આ સાથે જ તેણે ગોવિંદાના સપોર્ટમાં એક લાંબી પોસ્ટ પણ લખી છે. ગોવિંદાની પ્રશંસા કરતા સોમી અલીએ લખ્યું કે, 'હું અહીં મારો પક્ષ મૂકી રહી છું, કારણ કે બીજું કોઈ આમ નહીં કરે. લોકો જરૂરિયાતના સમયે સમર્થન નથી આપતા. હું ગોવિંદાને પર્સનલી અને પ્રોફેન્શલી બંને રીતે જાણું છું, તેથી હું તેમના વિશે બંને પાસાઓને ધ્યાનમાં રાખીને વાત કરી શકું છું.'
સોમી અલીએ આગળ કહ્યું કે, ચીચી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મહાન અને ટેલેન્ટેડ સ્ટારમાંથી એક છે. ઈન્ડસ્ટ્રીમાં વિતાવેલા મારા સમય દરમિયાન હું જેટલા પણ કલાકારોને મળી છું, તેમાં ગોવિંદા સૌથી નમ્ર અભિનેતાઓ પૈકીના એક છે. હું ચીચી અને સુનીતા બંનેનું ખૂબ સન્માન કરું છું. જોકે, કોઈ કલાકાર પોતાની કરતાં નાની ઉંમરની અભિનેત્રી સાથે રોલ સ્વીકારે તેમાં ઉંમર સાથે જોડાયેલો કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. ટેલેન્ટની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી."
સોમી વધુમાં કહ્યું કે, 'એવા સમયે જ્યારે કામ મળવું મુશ્કેલ હોય ત્યારે કામ કરતા રહેવાનો વિકલ્પ પસંદ કરવો એ સન્માનની વાત છે. એમાં ખોટું માનવા જેવું કંઈ નથી. કોઈપણ એક્ટરની કાબિલિયત તેની ઉંમર કે તેની કો-સ્ટારની ઉંમરથી નક્કી નથી થતી. તે તેના ટેલેન્ટ, પ્રોફેશનલિઝમ અને આગળ વધતા રહેવાની ઈચ્છાશક્તિથી નક્કી થાય છે. જ્યારે દરવાજા ખોલવા મુશ્કેલ બની ગયા હોય, ત્યારે કામ કરવાની તક મળે તો તેનો જશ્ન મનાવવો જોઈએ. દરેક એક્ટર એ સાબિત કરવાની તક મેળવવાનો હકદાર છે કે તેની પાસે હજુ પણ આપવા માટે ઘણું બધું છે. જે વ્યક્તિ માત્ર પોતાનું મનપસંદ કામ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહી હોય, તેની સામે ઉંમરને હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ.
ગોવિંદાના વખાણ કરતા સોમી અલીએ કહ્યું કે, 'કદાચ કોઈ અભિનેતા માટે સૌથી પ્રશંસનીય બાબત એ છે કે તે એવા સમયે પણ હાર નથી માની રહ્યો, જ્યારે ઈન્ડસ્ટ્રી કે અન્ય લોકો તેને એવું કહેવા લાગે કે તે હવે ઘરડો થઈ ગયો છે.' ગોવિંદા માટે સોમી અલીની આ પ્રેરણાદાયી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. ફેન્સ સોમી અલીના વખાણ કરી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે, ગોવિંદા પોતાની કમબેક ફિલ્મ 'રૂપા'માં એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર સાથે નજર આવશે. કોમલ ઉંમરમાં ગોવિંદા કરતાં ઘણી નાની છે. છેલ્લા દિવસોમાં કોમલ એરપોર્ટ પર ગોવિંદા સાથે જોવા મળી હતી, જે બાદ પત્ની સુનીતા આહૂજાએ મીડિયા સાથેની વાચીતમાં ગોવિંદાને ખરીખોટી સંભળાવી હતી. સુનીતાએ કહ્યું હતું કે, ગોવિંદા દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યા છે. આ સાથે જ સુનીતાએ કોમલના ડ્રેસિંગ સેન્સની પણ મજાક ઉડાવી હતી.
ગોવિંદાએ પણ પત્નીના આરોપોનો કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે સુનીતાને મર્યાદામાં રહેવા કહ્યું. ગોવિંદાએ કહ્યું કે, હું માત્ર મારું કામ કરી રહ્યો છું અને સુનીતા તેને બદનામ કરી રહી છે.









