સલમાન ખાનના બોડીગાર્ડે આમિર ખાનના દીકરાને માર્યો ધક્કો, વીડિયો વાઈરલ થતાં ફેન્સ ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Salman Khan Bodyguard Pushes Aamir Khan Son: બોલિવૂડના અભિનેતા આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' આજે, એટલે કે 20 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. દર્શકો આ ફિલ્મને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મની રિલીઝથી એક રાત પહેલાં ગઈકાલે મુંબઈમાં આમિરે 'સિતારે જમીન પર'ની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન પણ આમિરને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન સલમાનને મળવા જઇ રહ્યો હતો પણ બૉડીગાર્ડે તેને મળવા ન દીધો.
બૉડીગાર્ડે જુનૈદને સલમાનથી દૂર રાખ્યો
વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન 'સિતારે જમીન પર'ની સ્ક્રીનિંગ બાદ કડક સુરક્ષા સાથે બહાર નીકળતો દેખાય છે. તેની સુરક્ષા માટે ઘણા બૉડીગાર્ડ તેને ઘેરીને બહાર લાવતા દેખાય છે. દરમિયાન એક્ટર જુનૈદ ખાન, સલમાનની નજીક જવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભાઈજાનના બૉડીગાર્ડ્સ તેને રોકે છે અને એક્ટર તેને જોયા વગર જ આગળ વધીને બહાર નીકળી જાય છે.
વીડિયો વાઇરલ થયા બાદ યૂઝર્સના રિએક્શન
બૉડીગાર્ડે જુનૈદને ધકેલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ યૂઝર્સના જોરદાર રિએક્શન્સ આવી રહ્યા છે. એક યૂઝરે આ પર કોમેન્ટ કરતાં લખ્યું, "તે બોલિવુડનો કિંગ ખાન છે ." જ્યારે બીજા એકે સલમાનની ટાઈટ સુરક્ષાની પ્રશંસા કરતાં કહ્યું, "સલમાને જોયું નહીં અને જુનૈદને બૉડીગાર્ડ્સ ઓળખતા નહીં હોય, જેમ કે વિક્કી સાથે પણ થયું હતું." આવા ઘણા કોમેન્ટ્સ આ વીડિયો પર આવી રહ્યા છે.








