Entertainment

કચરા પેટીમાં મળેલી બાળકીને બોલિવૂડના દિગ્ગજ એક્ટરે નવું જીવન આપ્યું, હોલિવૂડમાં કરી રહી છે કમાલ

By GS TEAM
20 Jun 20254 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં ઘણા હીરો છે, જેમણે ફિલ્મોમાં તો લોકોની જિંદગીઓ બચાવી અને તેમની જિંદગી બદલી છે. પરંતુ અસલ જીવનમાં આવું કરનારા ખૂબ ઓછા લોકો છે. આજે અમે તમને એક એવા રિયલ લાઈફ હીરો વિશે જણાવીશું, જેમણે એક નાની દીકરીને નવી જિંદગી જ નહીં, પણ તેને પોતાનું નામ પણ આપ્યું, અને આજે તે દીકરી હૉલિવૂડમાં નામના મેળવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચરા પેટીમાં મળેલી બાળકીને બોલિવૂડના દિગ્ગજ એક્ટરે નવું જીવન આપ્યું, હોલિવૂડમાં કરી રહી છે કમાલ
                                                                                                                                                                         image credit:dishani chakraborty instagram 

All about Dishani Chakraborty: બોલિવૂડમાં ઘણા હીરો છે, જેમણે ફિલ્મોમાં તો લોકોની જિંદગીઓ બચાવી અને તેમની જિંદગી બદલી છે. પરંતુ અસલ જીવનમાં આવું કરનારા ખૂબ ઓછા લોકો છે. આજે અમે તમને એક એવા રિયલ લાઈફ હીરો વિશે જણાવીશું, જેમણે એક નાની દીકરીને નવી જિંદગી જ નહીં, પણ તેને પોતાનું નામ પણ આપ્યું, અને આજે તે દીકરી હૉલિવૂડમાં નામના મેળવી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેતા મિથુન ચક્રવર્તીની. એક્ટરે પોતાના જીવનમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેમના ચાહકો દુનિયાના ખૂણે ખૂણે છે. પરંતુ મિથુન વિશે એક વાત એવી છે, જે  ખૂબ ઓછા  લોકો જાણે છે. મિથુને હેલેના લ્યુક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ચાર મહિના બાદ જ બંનેના છૂટાછેડા થયા. ત્યારબાદ મિથુને અભિનેત્રી યોગીતા બાલી સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને ત્રણ સંતાનો થયા. મહાઅક્ષય, ઊષ્મા અને નમાશી મિથુનના ત્રણ બાળકોના નામો છે, પરંતુ તેની સાથે મિથુનની દીકરી દિશાની પણ છે. જણાવી દઈએ મિથુનની દીકરી દિશાની ચક્રવર્તી એક દત્તક લીધેલી બાળકી છે.

આ પણ વાંચો: કાજોલની આ હરકત પર બગડ્યો હતો અજય દેવગણ, પછી જુઓ કેવી રીતે ભણાવ્યો પાઠ


કચરાના ઢગલામાંથી મળેલી બાળકીને દત્તક લીધી 

                                                                                                                                                                            image credit:dishani chakraborty instagram 



એક રિપોર્ટ મૂજબ દિશાનીનો જન્મ કોલકાતામાં થયો હતો, પણ જન્મ પછી જ તેના માતાપિતાએ તેને કચરાના ડબ્બામાં છોડી ગયા હતા. જોકે, ત્યાંથી ત્યાથી પસાર થયેલા એક વ્યક્તિએ નાની દિશાનીને ઉઠાવી પોતાની પાસે રાખી હતી. મિથુને દિશાની વિશેના સમાચાર વાંચ્યા બાદ તે ત્યાં પહોંચ્યા. તે અને યોગીતા  તે બાળકીને અપનાવવા ઇચ્છતા હતા, એટલે તેમણે બધી ફોર્માલિટીઝ પૂરી કરી, અને દિશાનીને નવું ઘર મળી ગયું. નાની દિશાનીને તેનું નામ પણ મિથુને જ આપ્યું હતું.

                                                                                                                                                                  image credit:dishani chakraborty instagram 


પિતાની જેમ દિશાનીએ પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તે ભણવા માટે વિદેશ ગઈ, તેણે ન્યૂ યોર્કમાં શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યાર બાદ દિશાનીએ ન્યૂ યોર્ક ફિલ્મ એકેડમીથી એક્ટિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. 2017માં દિશાનીએ શૉર્ટ ફિલ્મ 'Gift'થી હૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.2022માં દિશાનીની છેલ્લી ફિલ્મ Guest રિલીઝ થઈ હતી, જે પણ એક શૉર્ટ ફિલ્મ હતી અને તે ફિલ્મમાં તેના પાત્રને લોકોએ ખૂબ પસંદ કરી.

                                                                                                                                                                        image credit:dishani chakraborty instagram 

દિશાનીની લવ લાઈફની વાત કરીએ તો તે Myles Mantzaris નામના વ્યક્તિને ડેટ કરી રહી છે. દિશાની ઘણી વખત પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી રહે છે.