Get The App

રણબીર પહેલા ભગવાન શ્રીરામની ભૂમિકા સલમાન ખાન ભજવવાનો હતો પણ ભાઈનો અફેર નડ્યો?

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
રણબીર પહેલા ભગવાન શ્રીરામની ભૂમિકા સલમાન ખાન ભજવવાનો હતો પણ ભાઈનો અફેર નડ્યો? 1 - image
Image source: grok ai/Groke  
Salman Khan was once set to play Lord Ram: અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં દિવસોમાં તેમની આવનારી ફિલ્મ રામાયણને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સની દેઓલથી લઇને અન્ય મોટી હસ્તીઓ પણ જોવા મળશે. તમને આ ફિલ્મ વિશે વધુ એક વાત જાણીએ આશ્ચર્ય થશે કે ફિલ્મમાં એક સમયે ભગવાન રામની ભૂમિકા  અભિનેતા સલમાન ખાન ભજવવાનો હતો. તેણે આ પાત્ર ભજવવાની તૈયારી પણ શરૂ કરી હતી, પણ એ સમયે સલમાનના નાના ભાઈ સોહેલ ખાન મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટને ડેટ કરી રહ્યો હતો. બંનેના અફેરની ચર્ચા વધી જવાથી સલમાને આ ફિલ્મમાં કામ કરવાનું ટાળ્યું હતું. 

એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મ સાથે સંકળાયેલા એક આંતરિક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 90ના દાયકામાં, સોહેલ ખાને રામાયણ ફિલ્મની જાહેરાત કરી હતી. તેણે 1997માં આવેલી ફિલ્મ 'ઔઝાર' થી દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલા, તે રામાયણ બનાવવાનો હતો, જેમાં સલમાન ભગવાન શ્રીરામ અને સોનાલી બેન્દ્રે માતા સીતાની ભૂમિકા ભજવવાની હતી. 

રણબીર પહેલા ભગવાન શ્રીરામની ભૂમિકા સલમાન ખાન ભજવવાનો હતો પણ ભાઈનો અફેર નડ્યો? 2 - image
Image source:IANS 

પૂજા ભટ્ટે કર્યો હતો ખુલાસો 

પૂજા ભટ્ટ પણ ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાઈ હતી. ફિલ્મની 40 ટકા શૂટિંગ પૂરી પણ થઈ ચૂકી હતી અને સલમાને ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કર્યું હતું.  એ જ સમયે સેટ પર સોહેલ ખાન અને પૂજા ભટ્ટ પ્રેમમાં પડયા. પૂજાએ આ રિલેશનશિપ વિશે ખુલાસો પણ કર્યો હતો. વર્ષ 1995માં તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને સોહેલ લગ્ન વિશે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે પૂજાએ સોહેલના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. 

આ પણ વાંચો : 'ત્યાંથી નીકળવું સરળ નહોતું...', તારક મહેતા... સીરિયલ છોડ્યાના 6 વર્ષ બાદ 'સોનૂ ભિડે' એ તોડ્યું મૌન

પિતા સલીમ ખાન આ સંબંધની વિરુદ્ધ હતા 

બંનેના પ્રેમ સંબંધના સમાચાર સોહેલના પિતા સલીમ ખાન સુધી પહોંચ્યા. સલીમ ખાન આ સંબંધની વિરુદ્ધ હતા. તેમણે સોહેલને આ સંબંધ તોડવા કહ્યું હતું. જ્યારે આ વાત પૂજાને પણ જાણ થઇ ત્યારે તેણે ગુસ્સામાં આ ફિલ્મ છોડી દીધી અને ફિલ્મનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું. સલમાન ખાને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા. આ જ કારણ હતું કે ફિલ્મ 'રામાયણ'નું નિર્માણ માત્ર 40 ટકા પૂર્ણ થયા પછી બંધ કરવામાં આવ્યું.


Tags :