Get The App

'ત્યાંથી નીકળવું સરળ નહોતું...', તારક મહેતા... સીરિયલ છોડ્યાના 6 વર્ષ બાદ 'સોનૂ ભિડે' એ તોડ્યું મૌન

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News

'ત્યાંથી નીકળવું સરળ નહોતું...', તારક મહેતા... સીરિયલ છોડ્યાના 6 વર્ષ બાદ 'સોનૂ ભિડે' એ તોડ્યું મૌન 1 - image
image source :instagram/ _ninosaur
Taarak Mehta Ka Ooltah Chashmah: ટેલિવિઝનનો લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. પણ આ સીરિયલથી જોડાયેલી ઘણી વાર્તા અને અનુભવ પણ ચર્ચામાં રહ્યા છે. હવે શો છોડ્યાના 6 વર્ષ પછી નિધિ ભાનુશાલીએ મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું કે આ ચર્ચિત સીરિયલને છોડવું તેના માટે સરળ નહોતું.

આ પણ વાંચો : દક્ષિણ ભારતના જાણીતા અભિનેતાનું નિધન: કિડની માટે પુત્રીએ માંગી હતી આર્થિક મદદ, સમય પર ન મળ્યો ડોનર

જીવનનો એ ચેપ્ટર ખૂબ જ દૂર લાગે છે: નિધિ ભાનુશાલી

એક ન્યૂઝચેનલના ઇન્ટરવ્યૂમાં નિધિએ જણાવ્યું કે, 'મેં સીરિયલ છોડી તેને 6 વર્ષ થયા છે. હું ઈમાનદારીથી કહું તો જીવનનું એ ચેપ્ટર પણ હવે ખૂબ જ દૂર લાગે છે. તે સમયે પણ મારા માટે સીરિયલથી નીકળવું સરળ નહોતું. કારણ કે હું આટલા વર્ષોથી આ સીરિયલનો ભાગ હતી અને મારી બધી બાજુથી આ સીરિયલ સાથે ઊંડી લાગણીઓ જોડાયેલી હતી. મને ચિંતા હતી કે વસ્તુઓ જટિલ બની શકે છે જેમ કે ક્યારેક આટલા લાંબા સમયથી ચાલતી સીરિયલમાં થાય છે પણ એવું કંઈ થયું નહીં. અને જે થયું, તે યાદ રાખવા જેવું નથી.'

સીરિયલ કેમ છોડી ? 

નિધિએ સ્પષ્ટ કર્યું કે, તેણે તેની ફીના કારણે સીરિયલ છોડી નથી. તેણે કહ્યું કે, 'મે વ્યવસાયિક અને વ્યક્તિગત કારણોના લીધે સીરિયલ છોડી છે. મને હવે નાની-નાની બાબતો યાદ પણ નથી. જીવનમાં ઘણું બદલાઈ ગયું છે. હું મારા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.'

Tags :