સલમાન ખાને મુંબઈનું ઘર વેચી નાખ્યું, જાણો કેટલા કરોડમાં થઈ લક્ઝરી એપાર્ટમેન્ટની ડીલ
Salman Khan sells luxury apartment in Mumbai : સલમાન ખાન સિનેમા જગતના એવા કલાકાર છે કે, જેને સમાચારોથી વધુ દૂર નથી રાખી શકતા. હાલમાં જ તેમની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનની જાહેરાતને લઈને ચર્ચામાં હતો. તો હવે સમાચાર આવી રહ્યા છે કે, ભાઈજાને મુંબઈમાં આવેલો પોતાનો લક્ઝરી એપાર્ટમેન્ટ વેચી દીધો છે. આ એપાર્ટમેન્ટનો સોદો કરોડોમાં થયો છે. આવો આ વિશે થોડું વિસ્તારથી જાણીએ કે, સલમાન ખાનની પ્રોપર્ટી ક્યા વિસ્તારમાં આવેલી હતી અને તેનો કેટલા કરોડમાં સોદો થયો છે.
આ પણ વાંચો : દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું હોશ ઊડી જાય એવું બજેટ, 4000 કરોડની 'રામાયણમ્' પણ ઘણી પાછળ
સલમાન ખાને મુંબઈવાળા એપાર્ટમેન્ટ વેચ્યો
મળતી માહિતી પ્રમાણે સલમાને બાંદ્રા વેસ્ટમાં આવેલા તેના લક્ઝરી એપાર્ટમેન્ટનો સોદો કર્યો છે. SquareYards.com નામની એક વેબસાઈટ દ્વારા આ માહિતી સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘર 5.35 કરોડની કિંમતમાં વેચાયું છે.
એપાર્ટમેન્ટના વેચાણ માટે સ્ટેમ્પ ડ્યુટી રુ. 32.01 લાખ
સલમાન ખાનનું આ એપાર્ટમેન્ટ મુંબઈના રહેણાંક વિસ્તાર બાંદ્રા વેસ્ટમાં શિવ અસ્તમ હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલું હતું. 122.45 ચોરસ મીટરની જગ્યા વાળા આ એપાર્ટમેન્ટમાં ત્રણ કાર માટે પાર્કિંગની સ્પેસ પણ હતી. સલમાનના આ એપાર્ટમેન્ટના વેચાણ માટે સ્ટેમ્પ ડ્યુટી 32.01 લાખ રૂપિયા હતી, જ્યારે નોંધણી ચાર્જ 30 હજાર રૂપિયા હતો.
આ પણ વાંચો : બિગ બોસની ઓફર શા માટે ઠુકરાવી? ઝરીન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો
સલમાન પાસે અન્ય પ્રીમિયર પ્રોપર્ટી
ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમય પહેલા આ એપાર્ટમેન્ટને સલમાને ઓછી કિંમતમાં ખરીદ્યો હતો અને હવે 5 કરોડ જેવી મોટી કિંમતમાં વેચીને સારો નફો કમાયો છે. જો કે, સલમાન હાલમાં પણ તેના પરિવાર સાથે બાંદ્રામાં આવેલા લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. આ સિવાય તેની પાસે પનવેલમાં ફાર્મ હાઉસ અને અન્ય પ્રીમિયર પ્રોપર્ટી છે.