Get The App

VIDEO: સલમાન ખાનની નવી ફિલ્મ 'ગલવાન'નું પોસ્ટર રિલીઝ, દમદાર લુક સાથે જોવા મળ્યો 'ભાઈજાન'

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: સલમાન ખાનની નવી ફિલ્મ 'ગલવાન'નું પોસ્ટર રિલીઝ, દમદાર લુક સાથે જોવા મળ્યો 'ભાઈજાન' 1 - image


Battle of Galwan: સલમાન ખાનના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. 'સિકંદર' પછી, બોલિવૂડના ભાઈજાને તેની આગામી ફિલ્મ અંગે ઓફિશિયલ જાહેરાત કરી છે. તેની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' નું અધિકૃત મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સલમાનનો લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને અપૂર્વ લાખિયા નિર્દેશન કરવાના છે. 

આ પણ વાંચો: કપિલ શર્માએ ઘટાડ્યું વજન, વાયરલ વીડિયો જોઈને યૂઝર્સે કર્યો ટ્રોલ, આપી ગજબની પ્રતિક્રિયા

સલમાનની 'બેટલ ઓફ ગલવાન'

આ વર્ષે સલમાન ફિલ્મ 'સિકંદર' લઈને આવ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ પણ હતી. આ ફિલ્મ સાથે સલમાનને પણ ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. એ પછી એવા પણ સમાચાર આવ્યા હતા કે, તેના કારકિર્દીને લગતા કેટલાક કઠિન નિર્ણયો લીધા હતા. એવું સાંભળવામાં આવ્યું હતું કે, સુપરસ્ટાર હવે અપૂર્વ લાખિયા સાથે ગલવાન વેલી પર ફિલ્મ બનાવશે.  છેલ્લા કેટલાક સમયથી આની સાથે જોડાયેલી અપડેટ્સ સામે આવી રહી છે. 



ફિલ્મની જાહેરાત ટીઝરમાં તેનો આખો ચહેરો લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે. સલમાનના હાથમાં એક હથિયાર પણ છે જેનાથી તે દુશ્મનોનો નાશ કરી રહ્યો છે. તેની આંખોમાં એક પ્રકારની આગ જોવા મળી રહી હતી, જેના કારણે તેનો લુક વધુ સારો દેખાય છે. ફિલ્મમાં સલમાન કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવશે. તેની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ સામેલ છે.

શું છે સલમાન ખાનની ફિલ્મની સ્ટોરી 

સલમાને હમણાં જ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. આ પહેલી વાર છે જ્યારે તે અને અપૂર્વ લાખિયા કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે. સલમાનની ફિલ્મ ગલવાન ખીણમાં થયેલા યુદ્ધની સ્ટોરી છે જેમાં ભારતે ગોળીઓનો ઉપયોગ કર્યા વિના ઘણા ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. ગલવાન ખીણનું યુદ્ધ 15 જૂન 2020 ના રોજ લદ્દાખની ગલવાન નદી ખીણમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે લડાયું હતું.


Tags :