કપિલ શર્માએ ઘટાડ્યું વજન, વાયરલ વીડિયો જોઈને યૂઝર્સે કર્યો ટ્રોલ, આપી ગજબની પ્રતિક્રિયા
Kapil Sharma Lost Weight: વર્તમાન સમયમાં કપિલ શર્મા ખૂબ બદલાયેલો જોવા મળી રહ્યો છે. આ કોમેડિયને પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપ્યું છે. કપિલ શર્માએ પણ ઘણું વજન ઘટાડ્યું છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને કપિલનો બદલાયેલો લુક પસંદ ન આવ્યો. કપિલ શર્માના ઘટેલા વજન પર કેટલાક યુઝર્સે કપિલની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ કપિલને તેના વજન ઘટાડવા માટે ટ્રોલ કરી રહ્યા છે.
યુઝર્સની નજરમાં કપિલ બીમાર
તાજેતરમાં કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ પાતળો દેખાતો હતો. આ વીડિયો જોયા પછી ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, 'તે બીમાર લાગે છે.' અન્ય એક બીજા યુઝરે લખ્યું, 'ઓઝેમ્પિકનો કમાલ છે. (વજન ઘટાડવાની દવા).' બીજા યુઝરે લખ્યું, 'ભાઈ તો કમજોર થઈ ગયો છે.' યુઝર્સે કપિલના વજન ઘટાડવા પર આ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
કપિલે શેર કરી તેની ફિટનેસ જર્ની
કપિલે શર્માએ ઘણી મહેનત કરીને પોતાનું વજન ઘટાડ્યું છે. તેણે લગભગ 10 કિલો વજન ઘટાડ્યું છે. કપિલે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર રનિંગનો વીડિયો શેર કરતો હતો. તે વેકેશનમાં પણ તેની ફિટનેસ રૂટિન ફોલો કરતો જોવા મળતો હતો.