Entertainment

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનો વીડિયો, જેમાં તેમને છેલ્લીવાર બચાવવાના થયા હતા પ્રયાસ

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડની અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ પોલો રમી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ લોકોને મોટો આઘાત લાગ્યો હતો. હવે સંજયના મૃત્યુના ઘણા દિવસો પછી એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેઓ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનો વીડિયો, જેમાં તેમને છેલ્લીવાર બચાવવાના થયા હતા પ્રયાસ

Sunjay Kapur Last Video: બોલિવૂડની અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ પોલો રમી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ લોકોને મોટો આઘાત લાગ્યો હતો. હવે સંજયના મૃત્યુના થોડા દિવસો પછી એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 

સંજય કપૂરને છેલ્લીવાર બચાવવાના થયા હતા પ્રયાસ

સંજયના મૃત્યુને એક અઠવાડિયાથી પણ વધુ સમય થઇ ગયો છે. દરમિયાન તેમના મિત્ર અજીત નાંદલે તેના સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ ખૂબ વાઇરલ થઇ રહી છે. આ પોસ્ટ 14 જૂનની છે, પણ હાલ આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. અજીતે વીડિયો શેર કરતાં લખ્યું કે, સંજય કપૂરને છેલ્લી વાર બચાવાનો પ્રયાસ, અજીત દ્વારા શેર કરાયેલો આ વીડિયો ખૂબ દૂરથી શૂટ કરવામાં આવ્યો છે, જેમાં જમીન પર પડેલા સંજયનો ચહેરો પણ દેખાતો નથી.

12 જૂનના રોજ થયું મૃત્યુ

વીડિયોમાં જોવા મળે છે કે તે વ્યક્તિને બચાવવા માટે CPR આપવામાં આવી રહ્યું છે. જોકે, વીડિયોમાં ક્યાંય પણ એ પુષ્ટિ થઈ નથી કે જમીન પર પડેલો વ્યક્તિ સંજય કપૂર જ છે, પરંતુ આ વીડિયો એક મોટા ગ્રાઉન્ડનો જ છે. 12 જૂનના રોજ થયેલા મૃત્યુ બાદ 19 જૂનના રોજ દિલ્હીમાં સંજયનું અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દરમિયાન કરિશ્મા કપૂર પણ પોતાના બંને બાળકો સાથે તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહી હતી.