Entertainment

સલમાનની કબૂલાત, મને એક્ટિંગ જરાય આવડતી નથી

By GS TEAM
14 Dec 20251 min read
સલમાનની કબૂલાત, મને  એક્ટિંગ જરાય આવડતી નથી

- હું રડવાની એક્ટિંગ કરું તો લોકો હસી પડે છે

- એ ક્ષણે જેવો ભાવ જાગે તેવું  કરી દઉં છું : જોકે, ચાહકોએ સલમાનની કબૂલાતને ફગાવી  

મુંબઈ: સલમાન ખાને સ્વીકાર્યું છે કે પોતાની એક્ટિંગમાં કોઈ ભલીવાર નથી, પોતાને એક્ટિંગ જરાય આવડતી નથી. 

જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ વખતે એક વાતચીતમાં તેણે સ્વીકાર્યું હતું કે મને એક્ટિંગ કરવાનું ફાવતું નથી. 

હું કાંઈ બહુ સારો એક્ટર નથી. તે ક્ષણે મને જે ભાવ જાગે તેવું હું કરી દઉં છું. 

આ તબક્કે હોસ્ટ દ્વારા ઓડિયન્સનું રિએક્શન માગવામાં આવ્યું હતું. ઓડિયન્સ સલમાન સાથે અસંમત થયું હતું. એટલે સલમાને તરત જ કહ્યું હતું કે હું જ્યારે રડવાની એક્ટિંગ કરું ત્યારે તમે લોકો હસતા હો છો. 

સલમાનનો આ વિડીયો ઓનલાઈન પણ વાયરલ થયો છે. તેમાં સલમાનના કેટલાક પ્રખર ચાહકોએ પણ તેની સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. 

કેટલાક ચાહકે લખ્યું હતું કે વાસ્તવમાં સલમાન ખાન પડદા પર રડતો હોય છે ત્યારે તેઓ પણ તેની સાથે રડી પડે છે.