Get The App

'સૈયારા'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, ફક્ત 6 દિવસમાં તોડ્યા 8 મોટા રેકોર્ડ

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
'સૈયારા'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, ફક્ત 6 દિવસમાં  તોડ્યા 8 મોટા રેકોર્ડ 1 - image

Image: Instagram @alfaazkasafar



Saiyaara Movie Record: અહાન પાંડે અને અનીત પડ્ડાની 'સૈયારા'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ રોમાન્ટિક મ્યુઝિકલ ડ્રામાએ દર્શકો પર એક એવો જાદૂ કર્યો કે, કામકાજના દિવસોમાં પણ તેને જોવા માટે થિયેટરમાં ભીડ ઉમટી રહી છે. સવારથી લઈને રાત સુધી શો હાઉસફુલ થઈ રહ્યા છે. આ સાથે 'સૈયારા' પણ શાનદાર કમાણી કરી રહી છે. ચાલો જાણીએ આ ફિલ્મે કેટકેટલાં રેકોર્ડ તોડ્યા.

આ પણ વાંચોઃ જાણીતો એક્ટર દેવામાં ડૂબ્યો, એક્ટિંગ છોડી ખેડૂત બન્યો? કહ્યું - ખરાબ હાલત થઈ હતી...

'સૈયારા'એ તોડ્યા 8 રેકોર્ડ

યશરાજ ફિલ્મ્સ અને ડિરેક્ટર મોહિત સૂરીની નવી રોમાન્ટિક ડ્રામા 'સૈયારા'નું બોક્સ ઓફિસ પર્ફોર્મન્સે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ ફિલ્મ રોજ ઈતિહાસ રચે છે. ફિલ્મને રિલીઝ થયા તેના 6 દિવસ જ થયા છે અને 8 મોટા રેકોર્ડ તેણે પોતાના નામ કરી લીધા છે. 

આ પણ વાંચોઃ જ્યારે દિગ્દર્શકે બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો... જાણીતી એક્ટ્રેસનું દર્દ છલકાયું

  1. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર 'સૈયારા'એ કોઈ નવા કલાકારની ફિલ્મની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પોતાના નામ કર્યો છે. 18 જુલાઈએ રિલીઝ થયેલી સૈયારાએ ભારતમાં પહેલાં દિવસે 21.5 કરોડ રૂપિયાથી ઓપનિંગ કર્યું હતું. તેણે 2018માં આવેલી 'ધડક' (8.76 કરોડ રૂપિયા)ના રેકોર્ડને તોડી દીધો છે. 
  2. 'સૈયારા'એ રિલીઝ પહેલાં 9.39 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ નોંધાવી છે. જેમાં 3.8 લાખ ટિકિટ વેચાઇ હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે, નેશનલ લેવલ પર 1.38 લાખ ટિકિટ વેચાઇ, જેમાં પીવીઆર આઇનૉક્સમાં 1.05 લાખ અને સિનેપોલીમાં 33 હજાર ટિકિટ સામેલ છે. આ વર્ષ 2000 બાદ રિલીઝના દિવસે સૌથી વધુ કમાણી કરનારી ડેબ્યૂ ફિલ્મ બની છે. 
  3. 'આશિકી 2' અને 'એક વિલન' જેવી ફિલ્મો માટે પ્રખ્યાત ડિરેક્ટર મોહિત સૂરીએ 'સૈયારા' સાથે પોતાની કારકિર્દીની હાઇએસ્ટ ઓપનિંગ આપી છે. ફિલ્મની 21 કરોડ રૂપિયાની નેટ ઓપનિંગે એક વિલન (16.70 કરોડ રૂપિયા), મર્ડર 2 (6.95 કરોડ રૂપિયા) અને આશિકી 2 (6.10 કરોડ રૂપિયા)ને પાછળ મૂકી દીધી છે.
  4. ફક્ત ત્રણ દિવસમાં 83.25 કરોડના કલેક્શન સાથે 'સૈયારા'એ વર્ષની સૌથી મોટી રિલીઝ ફિલ્મોમાંથી સૌથી વધુ કમાણી કરી લીધી, જેમાં સ્કાઇ ફોર્મ (12.25 કરોડ રૂપિયા), રેડ 2 (19.25 કરોડ), સિતારે જમીન પર (10.7 કરોડ રૂપિયા) અને કેસરી ચેપ્ટર 2 (7.75 કરોડ રૂપિયા) સામેલ છે. 
  5. 'સૈયારા' ફક્ત 6 દિવસમાં વર્ષની ટૉપ 5 ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ચુકી છે અને વર્ષની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 
  6. 'સૈયારા'એ 6 દિવસમાં વર્ષ 2025ની સ્કાઇ ફોર્સ (134.93 કરોડ), સિકંદર (129.95 કરોડ), કેસરી ચેપ્ટર 2 (94.48 કરોડ), જાટ (90.34 કરોડ) ભૂલ ચૂક માફ (74.81 કરોડ), ધ ડિપ્લોમેટ (40.73 કરોડ)ના લાઇફટાઇમ ગ્રૉસ કલેક્શનને પાછળ મૂકી દીધું છે. 
  7. 'સૈયારા' કામકાજના દિવસોમાં પણ સારૂ પરફોર્મ કરી રહી છે. આ ફિલ્મે સોમવાર અને મંગળવાર બાદ બુધવારે પણ ટિકિટ બારી પર 20 કરોડથી વધુની કમાણી કરી છે. 
  8. આ સાથે આ ફિલ્મ એનિમલ અને 'પુષ્પા 2' બાદ કામકાજના દિવસોમાં પણ સૌથી વધુ કલેક્શન કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. 
Tags :