જાણીતો એક્ટર દેવામાં ડૂબ્યો, એક્ટિંગ છોડી ખેડૂત બન્યો? કહ્યું - ખરાબ હાલત થઈ હતી...
Actor Rajesh Kumar Revealed Facing Bankruptcy: રાજેશ કુમાર ટેલિવિઝનના પોપ્યુલર એક્ટરમાંથી એક છે. ટીવી ઉપરાંત તે ફિલ્મોમાં પણ શાનદાર કામ કરી રહ્યો છે. સૈયારા ફિલ્મમાં તેણે અનીત પડ્ડાના પિતાની ભૂમિકા ભજવી છે. અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મમાં નાનો રોલ ભજવીને તે ચર્ચામાં આવી ગયો છે. જોકે, થોડા વર્ષો પહેલા તેના જીવનમાં એવો સમય પણ આવ્યો હતો જ્યારે તે એક્ટિંગ છોડીને ખેતી કરી રહ્યો હતો. એટલું જ નહીં તેના પર કરોડો રૂપિયાનું દેવુ થઈ ગયુ હતું. એક્ટરને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. હવે એક ઈન્ટરવ્યુમાં એક્ટરે ખુદના માટે ઉડેલી અફવાઓનું સત્ય જણાવ્યું છે.
એક્ટરે કહ્યું કે, 'જ્યારે મેં ખેતી કરવાનો નિર્ણય લીધો, ત્યારે મારા વિશે ઘણા સમાચાર આવ્યા. એક ઓડિયન્સ એવી હતી જેણે કહ્યું કે રાજેશે અભિનયમાંથી વિરામ લીધો છે. બીજી ઓડિયન્સ એવી હતી જેણે કહ્યું કે, રાજેશ ખેડૂત બની ગયો છે અને એક્ટિંગ છોડી દીધી છે. ત્રીજું સોશિયલ મીડિયા હતું જેણે કહ્યું કે, આ એક્ટરની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તે ખેતી કરી રહ્યો છે. પછી લોકોએ કહ્યું કે, ખેતીમાં તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેણે એક્ટિંગમાં વાપસી કરી છે. સારી બાબત છે કે, લોકો કહાની બનાવી રહ્યા હતા.'
આ પણ વાંચો: ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર
હું દેવામાં ડૂબી ગયો હતો
એક્ટરને પૂછવામાં આવ્યું કે શું તમે દેવામાં ડૂબ્યા હોવાની વાત સાચી છે? તેના પર એક્ટરે કહ્યું કે, 'આ વાત સાચી છે. હું દેવામાં ડૂબી ગયો હતો અને ક્યાંયથી ઈનકમ નહોતી થઈ રહી. દેવાનો અર્થ એ છે કે, તમે જેટલો ખર્ચ કરી રહ્યા છો, તેટલી આવક નથી થઈ રહી. બંને વચ્ચેનું સંકલન ખોરવાઈ ગયું હતું. પરંતુ હા હવે ધીમે-ધીમે બધુ બરાબર થઈ રહ્યું છે. સમજી લો કે, છેલ્લું 10-12% બાકી છે, તે ચૂકવવાનું છે.'