સૈયારા ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની, બોક્સ ઓફિસ કલેક્શન પર ધૂમ
Saiyaara Box Office Collection: બોલિવૂડના ફેમસ ફિલ્મ મેકર મોહિત સૂરીની લેટેસ્ટ રોમેન્ટિક ફિલ્મ 'સૈયારા'એ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મમેકર બતાવી દીધું છે કે જો સારું સંગીત હોય, અને કહાણીમાં કંઈક નવું હોય તો ફિલ્મ હિટ તો થવાની જ છે. સાથે ફિલ્મે અજય દેવગણ, સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા મેગાસ્ટારની ફિલ્મોને પણ પાછળ મૂકી વર્ષ 2025ની બીજી હીટ ફિલ્મ બની છે. 'સૈયારા'એ બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોને પણ પછાડી દીધી છે. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મે ભારતમાં 213.44 કરોડ રૂપિયા (નેટ) અને વર્લ્ડવાઈડ 225.73 થી 327 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી છે. હવે ફિલ્મે 'છાવા' ફિલ્મનું બૉક્સ ઑફિસ કલેક્શન તોડવાનો ટાર્ગેટ રાખ્યો છે.
આ પણ વાંચો : કરીના કપૂરનો દેશી સ્ટાઈલ લૂક વાઈરલ, ગ્રીસમાં 'લૂંગી સ્કર્ટ' એ ખેંચ્યું ચાહકોનું ધ્યાન
વર્લ્ડ વાઇલ્ડ કલેક્શન
'સૈયારા' ભારતમાં 2025ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પ્રથમ સ્થાને વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' છે, જેને 601.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે મોહિત સૂરીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'સૈયારા'એ અત્યાર સુધીમાં વર્લ્ડ વાઈડ 327 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે, જ્યારે આ ફિલ્મને માત્ર 50 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી. જણાવી દઈએ કે, પહેલાં આ ફિલ્મને 2,225 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મનો ક્રેઝ જોઈને તેની સ્ક્રીન વધારીને 3,650 કરવામાં આવી.
'સૈયારા' ફિલ્મની કહાણી
'સૈયારા' એક મ્યુઝિકલ-ડ્રામા રોમેન્ટિક ફિલ્મ છે, જેને અક્ષય વિધાનીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અહાન પાંડે ઉર્ફે કૃષ કપૂર એક સિંગિગ સુપરસ્ટાર બનવાનું સપનું જુએ છે. તે એક બેદરકાર અને ગુસ્સેલ સ્વભાવનો છોકરો હોય છે. જ્યારે બીજી બાજુ, અનીત પડ્ડા ઉર્ફે વાણી બત્રા એક શાંત, સમજદાર છોકરી છે, જે તેના બ્રેકઅપથી બહાર આવી છે. કૃષને સારૂ ગીત ગાતા આવડે છે, ત્યારે વાણી એક સોંગ રાઇટર છે. બંને એકબીજાને મળે છે, બંનેના જીવનમાં રંગ ભરાય છે. ત્યારબાદ વાણી સાથે એવું થાય છે કે તેને કૃષ થી દૂર થવું પડે છે. આ ફિલ્મ પ્રેમ, ઈમોશન, બ્રેકઅપની વાર્તા પર આધારિત છે, જે ફિલ્મની કહાની વધુ રોમાંચક બનાવે છે.
આ પણ વાંચો: મહિલા ચાહકે વારસામાં આપેલી રૂ.72 કરોડની સંપત્તિનું શું કર્યું? સંજય દત્તનો ખુલાસો