કરીના કપૂરનો દેશી સ્ટાઈલ લૂક વાઈરલ, ગ્રીસમાં 'લૂંગી સ્કર્ટ' એ ખેંચ્યું ચાહકોનું ધ્યાન
Kareena Kapoor Lungi Dance Look: બોલિવૂડની એક્ટ્રેસ કરીના કપૂર તેની એક્ટિંગ સિવાય તેની ફેશન સેન્સ અને પરફેક્ટ ફિગર માટે પણ જાણીતી છે. કરીનાનો લૂક જોઈ અનેક લોકો તેના દિવાના બની જાય છે, તેનો ઇન્ડિયન લૂક હોય કે પછી વેસ્ટર્ન લૂક બેબોનો અંદાજ હંમેશાં બધાથી અલગ જ અને એટ્રેક્ટિવ જોવા મળે છે. આવું જ કઇ ગ્રીસમાં જોવા મળ્યું.
આ પણ વાંચો: કરણ જોહરે સ્વીકારી લીધું, એક્શન ફિલ્મ મારું કામ નહિ
કરીનાનો બીચ વેર લુક
લુંગી સ્કર્ટ પહેરીને દરિયાકિનારે ફોટોશૂટ
બેબોના લુકની વાત કરીએ તો,તેણે ડાર્ક યેલો કલર નો હોલ્ટર-નેક બિકિની ટોપ અને તેની સાથે બ્લેક અને ડાર્ક ગ્રીન રંગનો રેકર્ડ સ્કર્ટ પહેર્યું છે. અભિનેત્રીએ તડકાથી બચવા માટે કાળી ટોપી અને ચશ્મા પણ પહેર્યા હતા. તેનો આ લુક ખૂબ જ સુંદર છે. 44 વર્ષીય કરીના કપૂર તસવીરમાં તેના પરફેક્ટ બીચ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કરીના ખુલ્લા વાળ અને મેકઅપ વગરના લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.