Get The App

12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભિનેત્રી, કહ્યું- મુશ્કેલ સમયમાં મારા ઘરે આવી મદદ કરી

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
Tamil Actors Vishal Krishna Reddy


Tamil Actors Vishal Krishna Reddy: તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડી લગ્ન માટે સંમત થયા છે. 47 વર્ષીય અભિનેતા પોતાની પ્રેમિકા સાથે 29 ઓગસ્ટે લગ્ન કરશે. જો એક્ટરની ભાવી પત્નીની વાત કરીએ તો તે એક્ટરથી 12 વર્ષ નાની છે. વિશાલ 35 વર્ષીય અભિનેત્રી સાઈ ધનશીકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં ચેન્નાઈમાં યોજાયેલી ફિલ્મ 'યોગી દા'ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી અને આ ખુશખબર બધા સાથે શેર કરી.

એકબીજાને 15 વર્ષથી ઓળખે છે 

ધનશીકાએ કહ્યું કે, 'અમે છેલ્લા 15 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, પરંતુ અમે તાજેતરમાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું છે. એક વાઈરલ સમાચાર પછી, અમે રિલેશન જાહેર કરવાનું વિચાર્યું. શરૂઆતમાં અમે ફક્ત અમારી મિત્રતા જાહેર કરવા માંગતા હતા, પરંતુ જ્યારે સવારે રિપોર્ટ વાઈરલ થયો, ત્યારે અમને લાગ્યું કે છુપાવવા માટે કંઈ બચ્યું નથી.'

એક્ટ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, 'અમે 29 ઓગસ્ટના રોજ લગ્ન કરવાના છીએ. હું વિશાલને ઘણા સમયથી ઓળખું છું. તે હંમેશા મારી સાથે આદરથી વર્તે છે. જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તે મારા ઘરે આવ્યો અને મને મદદ કરી. બીજો કોઈ અભિનેતા આવું કરતો નથી. તેમનું આ વર્તન મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.'

આ પણ વાંચો: ભારતના આ સિંગરે તૂર્કિયેનો બૉયકોટ કરવા 50 લાખની ઓફર ઠુકરાવી, કહ્યું કોઈ પણ રકમ મારા દેશ કરતાં મોટી નથી

અમને સમજાયું કે અમે એકબીજા માટે જ બન્યા છીએ: ધનશીકા 

સંબંધો વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, 'તાજેતરમાં, અમારી વાતચીત અને મુલાકાતો વધી અને અમને સમજાયું કે અમે એકબીજા માટે જ બન્યા છીએ. અમારા બંને વચ્ચે પરસ્પર સંમતિથી નક્કી થયું કે આપણે લગ્ન કરીશું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તે ખુશ રહે.' 

આ સંદર્ભમાં વાત કરતાં વિશાલે કહ્યું, 'મારા લગ્ન નક્કી થઈ ગયા છે. મને મારો જીવનસાથી મળી ગયો છે. ધનશીકાના પિતા પણ અહીં હાજર છે, તેમના આશીર્વાદથી હું ધનશીકાને મારી જીવનસાથી બનાવી રહ્યો છું. તે એક અદ્ભુત વ્યક્તિ છે અને હું ખૂબ ખુશ છું.' 

12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભિનેત્રી, કહ્યું- મુશ્કેલ સમયમાં મારા ઘરે આવી મદદ કરી 2 - image

Tags :