ભારતના આ સિંગરે તૂર્કિયેનો બૉયકોટ કરવા 50 લાખની ઓફર ઠુકરાવી, કહ્યું કોઈ પણ રકમ મારા દેશ કરતાં મોટી નથી

Turkey Boycott Singer Rahul Vaidya: મશહૂર સિંગર અને પૂર્વ બિગ બોસ સ્પર્ધક રાહુલ વૈદ્ય તાજેતરમાં તુર્કીનો બહિષ્કાર કરનારા ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં જોડાયા છે. હકીકતમાં રાહુલે હાલમાં જ તૂર્કિયેના અંતાલ્યામાં 5 જુલાઈના રોજ થનારા એક લગ્નમાં પરફોર્મ કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે.આ લગ્નમાં પરફોર્મ કરવા માટે તેને 50 લાખ રુપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ રાહુલે રાષ્ટ્રીય હિતને સર્વોપરી માનીને આ ઓફરને ઠુકરાવી દીધી છે.
આ પણ વાંચો : Raid 2 બોક્સઓફિસ કલેક્શન, અજય દેવગણની ફિલ્મે 19 દિવસમાં તોડ્યા પાંચ રેકોર્ડ
આ બધી બાબતો મારા દેશના હિત કરતાં વધુ મહત્ત્વની નથી
રાહુલ વૈધે આ અંગે ખુલ્લીના વાત કરતાં કહ્યું કે, 'મને મળેલી આ ઓફર ખરેખર સારી હતી. કારણ કે, મને લગ્નમાં પરફોર્મ કરવા માટે 50 લાખ રુપિયા આપી રહ્યા હતા. પરંતુ સારી ઓફર હોવા છતાં મેં તરત જ તેમને કહ્યું કે, મારા માટે કોઈ પણ કામ હોય, કોઈ પણ રકમ, કોઈ પણ ખ્યાતિ, આ બધી બાબતો મારા દેશના હિત કરતાં વધુ મહત્ત્વની નથી. તેમણે મને વધુ પૈસાની પણ ઓફર કરી, પરંતુ મેં સ્પષ્ટપણે કહ્યું કે, આ માત્ર પૈસાની વાત નથી. આ મુદ્દો તેનાથી ઘણો વધારે જરુરી છે. આ મારા વિશે નથી, આ આપણા રાષ્ટ્ર વિશે છે અને આપણે આપણા દેશ સાથે ઉભા રહેવું જોઈએ.'
આ પણ વાંચો : 70 વર્ષના કમલના 30 વર્ષ નાની હિરોઈનો સાથે હોટ સીનથી ચકચાર
દુશ્મન દેશમાં નહીં કરીએ કામ
રાહુલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે, તેને એવા દેશમાં જવાની કે કામ કરવાની કોઈ ઇચ્છા નથી કે જેઓ ભારતને દુશ્મન માને છે. તેમણે કહ્યું કે, 'મને એવા કોઈ દેશમાં જવાનો કોઈ રસ નથી, જે મારા ભારત દેશનો દુશ્મન હોય. મારા દેશનું સન્માન ન કરી શકે તેવા કોઈપણ વ્યક્તિ માટે મારા હૃદયમાં કોઈ સ્થાન નથી. આજે હું જે કંઈ છું તે મારા દેશ અને મારા દેશવાસીઓને કારણે છું. જે કોઈ મારા દેશ અને દેશવાસીઓની વિરુદ્ધ જશે તેને સહન કરવામાં નહીં આવે.'

