Entertainment

રોમાન્ટિક હિરો અહાન પાંડેને પણ હવે એક્શન હિરો બનવાના ધખારા

By GS Team
28 Feb 20261 min read
રોમાન્ટિક હિરો અહાન પાંડેને પણ  હવે એક્શન હિરો બનવાના ધખારા

- અલી અબ્બાસ ઝફરની ફિલ્મ સાઈન કરી

- નવી ફિલ્મનું માર્ચ એન્ડથી  શૂટિંગ શરૂ કરશે: અનેક દ્રશ્યોનું શૂટિંગ યુકેમાં કરાશે

મુંબઇ : અહાન પાંડેએ ફિલ્મ ફિલ્મ 'સૈયારા'થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. લવસ્ટોરીમાં કામ કર્યા પછી હવે  તેને પણ એક્શન હિરો બનવાનો શોખ જાગ્યો છે. આથી તેણે  અલી અબ્બાસ જફરની એક  એક્શન  ફિલ્મ સાઇન કરી છે. 

અહાન આ નવી ફિલ્મનું શૂટિંગ આગામી ૩૦ માર્ચથી મુંબઇેમાં  શરૂ કરશે. આ પછી મે મહિનામાં ટીમ ૬૦ દિવસો માટે યૂકે શૂટિંગ જવા રવાના થશે. 

કલાકારો હાલ  પોતપોતાની ભૂમિકા માટે તાલીમ લઇ રહ્યા છે. 

 અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મની વાર્તા તેમજ અન્ય કલાકારો બાબતે કોઇ માહિતી મળી નથી.