Entertainment

વિજય દેવરકોંડા બાદ હવે રશ્મિકા મંદાનાના હાથમાં જોવા મળી એન્ગેજમેન્ટ રિંગ, ફેન્સે કહ્યું- 'હવે તો વાત પાક્કી'

By GS TEAM
11 Oct 20252 mins read
TukuTouch Logo
સાઉથ અને બોલિવૂડની જાણીતી જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલના દિવસોમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ વચ્ચે હવે તેમની સગાઈના સમાચારે તેમના ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજય દેવરકોંડા બાદ હવે રશ્મિકા મંદાનાના હાથમાં જોવા મળી એન્ગેજમેન્ટ રિંગ, ફેન્સે કહ્યું- 'હવે તો વાત પાક્કી'

Image Source: IANS 

Rashmika Mandana Engagement Ring: સાઉથ અને બોલિવૂડની જાણીતી જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલના દિવસોમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ વચ્ચે હવે તેમની સગાઈના સમાચારે તેમના ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે. રિપોર્ટ્સ અનુસાર, 3 ઑક્ટોબરે હૈદરાબાદમાં રશ્મિકા અને વિજયના પરિવાર અને તેમના નજીકના મિત્રોની હાજરીમાં આ સગાઈ સમારંભ યોજાયો હતો. જો કે સગાઈની તસવીરો કે વીડિયો જાહેર નથી થયા, પણ હવે રશ્મિકાના હાથમાં દેખાતી રિંગે સૌનું ધ્યાન ખેંચી લીધું છે.

રશ્મિકાની રિંગે ખેચ્યું બધાનું ધ્યાન

રશ્મિકાએ તાજેતરમાં પોતાના પેટ ડૉગ ‘ઑરા’ સાથેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ચાહકોની નજર સૌથી પહેલા તેના હાથમાં ચમકતી ડાયમંડ રિંગ પર પડી. આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું 'OMG! કેટલી સુંદર રિંગ!' તો કોઈએ કહ્યું, 'ફાઇનલી, રિંગ તો દેખાઈ ગઈ.' જોકે રશ્મિકાએ રિંગ વિશે સીધું કંઈ કહ્યું નથી, પરંતુ તેની સ્માઇલ અને તે રિંગે બધું કહી દીધું. બીજી તરફ થોડા દિવસો પહેલાં વિજય દેવરકોંડાના હાથની આંગળીમાં રિંગ જોવા મળી હતી, જેના કારણે બંનેની સગાઈની અફવાઓ વધુ વાઇરલ થઈ રહી છે.

સાત વર્ષ જૂનો સંબંધ

રશ્મિકા અને વિજયની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મે બંનેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતાની શરૂઆત થઈ. ત્યારબાદ ‘ડિયર કોમરેડ'માં તેમની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. વર્ષોથી બંનેને સાથે જોવામાં આવ્યા છે, પરંતુ બંનેએ હંમેશા પોતાના સંબંધને 'મિત્રતા' તરીકે જ સંબોધ્યો. હવે લગભગ સાત વર્ષ બાદ આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ છે. સૂત્રો મુજબ, બંને ફેબ્રુઆરી 2026માં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે અને તેની તૈયારીઓ હૈદરાબાદ તથા બેંગલુરુમાં શરૂ થઈ ગઈ છે.

કરિયર ફ્રન્ટ

સગાઈની ચર્ચાઓ વચ્ચે બંને પોતાના-પોતાના કરિયરમાં પણ વ્યસ્ત છે. રશ્મિકા મંધાના જલ્દી જ હોરર-કોમેડી ફિલ્મ ‘થામા’માં દેખાશે, જેમાં તેમના સાથે આયુષ્માન ખુરાના, પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ હશે. આદિત્ય સરપોતદારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 21 ઑક્ટોબરે રિલીઝ થશે. વિજય દેવેર્કોન્ડાએ તાજેતરમાં પોતાની એક્શન-થ્રિલર ફિલ્મ 'કિંગડમ’માં જોવા મળ્યા હતા, જેને પ્રેક્ષકોએ ખુબ પસંદ કરી હતી. હાલ તેઓ પોતાની આગામી સ્પાય-ડ્રામા ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે, જે આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની શક્યતા છે.