Get The App

પુરુષોને પીરિયડ્સની પીડાનો અનુભવ થવો જોઈએ', રશ્મિકાના નિવેદનથી વિવાદ, કરવી પડી સ્પષ્ટતા

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
પુરુષોને પીરિયડ્સની પીડાનો અનુભવ થવો જોઈએ', રશ્મિકાના નિવેદનથી વિવાદ, કરવી પડી સ્પષ્ટતા 1 - image

Rashmika Mandanna: સાઉથ અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ટૂંક સમયમાં વિજય દેવરકોંડાની દુલ્હન બનવાની છે. બંને ફેબ્રુઆરી 2026માં લગ્નના પવિત્ર બંધનમાં જોડાશે. લગ્ન ઉદયપુરમાં થશે. લગ્નના સમાચાર સાથે ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં આ સિવાય રશ્મિકા અન્ય સમાચારમાં જોવા મળી છે. હાલમાં જ અભિનેત્રી જગપતિ બાબુના ટોક શો, Jayammu Nischayammu Raaમાં જોમાં મળી હતી. 

આ પણ વાંચો: 'તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?', ધર્મેન્દ્રના ઘર બહાર મીડિયા જોઈ ગુસ્સે ભરાયો સની દેઓલ

અહીં રશ્મિકાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ હતી. રશ્મિકાએ કહ્યું કે, 'પુરુષોને પણ માસિક સ્રાવની પીડાનો અનુભવ થવો જોઈએ. તેમને ખબર પડવી જોઈએ કે, એક સ્ત્રી દર મહિને જે પીડામાંથી પસાર થાય છે. ક્યારેક તે ભાંગી પણ પડે છે. આવી સ્થિતિમાં, પુરુષોને ખબર હોવી જોઈએ કે આ પીડા શું છે જેથી તેઓ સમજી શકે.'

રશ્મિકાની વીડિયો ક્લિપ થઈ વાયરલ

રશ્મિકાની આ વીડિયો ક્લિપની વ્યાપક ચર્ચા થઈ રહી છે, કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેની ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહે છે કે કોઈ પણ સ્ત્રી પુરુષો જે અસંવેદનશીલતામાંથી પસાર થાય છે તે સમજી શકતી નથી. એક યુઝરે X પર રશ્મિકાની ક્લિપ શેર કરી અને લખ્યું, 'પુરુષોને માસિક ધર્મમાં દુખાવો થવો જોઈએ તેના પર રશ્મિકાએ નિવેદન આપ્યું છે. ક્યારેક અમે પણ એવું ઇચ્છીએ છીએ કે, કોઈ અમારી પીડાને સમજે. હું અહીં કોઈને કોઈની સાથે સરખામણી નથી કરી રહ્યો, પરંતુ ક્યારેક તે આપણા અહંકારને અસર કરે છે.'

લોકોએ તેનું અલગ રીતે અર્થઘટન કર્યું છે

રશ્મિકાએ તેના પર જવાબ આપ્યો, 'શો અને ઇન્ટરવ્યુમાં જવાથી મને ડર લાગે છે, આ દરેક વાતો છે જે પછી થતી હોય છે. હું કહેવા કાંઈક બીજું માંગતી હતી, પરંતુ લોકોએ તેનું અલગ રીતે અર્થઘટન કર્યું છે.'

આ પણ વાંચો: ધર્મેન્દ્રની તબિયત સ્થિર, હેમા માલિનીએ કહ્યું- હું હારી જઈશ તો જવાબદારી કોણ નિભાવશે?

રશ્મિકાએ આ કહ્યું: "જગપતિ બાબુના ટોક શોમાં, રશ્મિકાએ કહ્યું, 'હું ઇચ્છું છું કે પુરુષોને પણ માસિક ધર્મ આવે, જેથી તેઓ પીડા અને આઘાત સમજી શકે.' ક્યારેક, હોર્મોનલ અસંતુલનને કારણે, આપણે આપણી પોતાની લાગણીઓને સમજી શકતા નથી." અને તમે પુરુષો પર દબાણ લાવી શકતા નથી કારણ કે, જ્યારે આપણે પોતાને સમજાવીએ છીએ, ત્યારે પણ તેઓ ઘણીવાર લાગણીઓને સમજી શકતા નથી. તેથી, જો પુરુષોને એક વાર માસિક ધર્મનો અનુભવ થાય છે, તો તેઓ આપણે જે લાગણીઓમાંથી પસાર થઈએ છીએ તે સમજી શકશે.

Tags :