Get The App

'તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?', ધર્મેન્દ્રના ઘર બહાર મીડિયા જોઈ ગુસ્સે ભરાયો સની દેઓલ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
Sunny Deol


Sunny Deol slams media over fake death news : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલથી રજા અપાતાં હવે ઘરમાં જ તેમની સારવાર ચાલી રહી છે. ગોવિંદાએ તેમની હેલ્થ પર અપડેટ આપતા કહ્યું છે કે તેમની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. એવામાં સની દેઓલ ઘરની બાહર મીડિયા તથા પેપરાઝીને જોઈને ગુસ્સે ભરાયો હતો. 

સની દેઓલ ગુસ્સે ભરાયો 

રોષે ભરાયેલા સની દેઓલે હાથ જોડી કહ્યું હતું, કે 'તમને કોઈને શરમ નથી આવતી? તમારા ઘરમાં પણ મા-બાપ છે. બાળકો છે.' સની દેઓલને ગુસ્સામાં જોઈ ઘરની બહાર ઉભેલા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. નોંધનીય છે કે ગઇકાલે જ ધર્મેન્દ્રને લઈને કેટલીક મીડિયા સંસ્થાઓએ અફવાઓ ફેલાવી હતી કે તેમનું નિધન થયું છે. જે બાદ હેમામાલિનીએ પોસ્ટ કરી સ્પષ્ટતા કરવી પડી હતી કે ધર્મેન્દ્ર હજુ જીવે છે અને તેમની સારવાર ચાલુ છે. જે બાદ સમગ્ર દેઓલ પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે. 

હેમાએ કહ્યું- હું હારી જઈશ તો જવાબદારી કોણ લેશે? 

હેમા માલિનીએ ધર્મેન્દ્રની તબિયત અંગે કહ્યું કે મારા માટે આ સમય ખૂબ મુશ્કેલ છે. બાળકો સૂઈ નથી રહ્યા. એવામાંઆ હું નબળી ના દેખાઈ શકું, ઘણી જવાબદારી મારા માથે છે. પણ હું ખુશ છું કે તેઓ હવે ઘરે પાછા આવી ગયા છે. બાકી બધુ તો ઉપરવાળાના હાથમાં છે.

અમિતાભ બચ્ચને ખબર અંતર પૂછ્યા, ગોવિંદાએ અપડેટ આપી  

અભિનેતા અમિતાભ બચ્ચન પણ આજે ધર્મેન્દ્રના ખબર અંતર પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અભિનેતા ગોવિંદાએ ધર્મેન્દ્રની તબિયત અંગે કહ્યું કે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.


Tags :