Entertainment

રણવીર સિંહે બે કરોડની બીએમડબલ્યુઆઇ 7 કાર ખરીદી

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
રણવીર સિંહે બીજી પુત્રીના જન્મ બાદ 2 કરોડની BMW i7 લક્ઝરી સિડાન કાર ખરીદી છે. મુંબઈમાં શોરૂમમાંથી ડિલિવરી લીધા બાદ તેઓ જાતે જ કાર ચલાવતા જોવા મળ્યા. જીએમસી હમર ઇવી પછી આ તેમની બીજી ઇવી કાર છે. બોલિવૂડ સ્ટાર્સમાં આ કાર ઘણી લોકપ્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણવીર સિંહે બે કરોડની બીએમડબલ્યુઆઇ 7 કાર ખરીદી
  • રણવીરસિંહે જીએમસી હમર બાદ બીજી ઇવી ખરીદી
  • શો રૂમમાંથી ડિલિવરી બાદ જાતે મુંબઈના રોડ પર ચલાવતો જોવા મળ્યા

મુંબઇ : રણવીરસિંહે તેના ઘરે બીજી પુત્રીના જન્મ બાદ બે કરોડ રૂપિયાની કિંમતની બીએમડબલ્યુ આઇસેવન લક્ઝરી સિડાન કાર ખરીદી છે. શોરૂમમાંથી ડિલિવરી લઇ રણવીરસિંહ જાતે મુંબઇના રોડ પર કાર ચલાવતો જોવા મળ્યો હતો.
રણવીરસિંહ આ પહેલાં જીએમસી હમર ઇવી ખરીદી હતી. તેની આ બીજી ઇવી કાર છે. રણવીરસિંહના લકઝરી કારના કાફલામાં લોમ્બર્ર્ગિની ઉરૂસ, મસિડિઝ મેબાક જીએલએસ ૬૦૦, રેન્જ રોવર અને એસ્ટોન માર્ટિન રેપીડ એસનો સમાવેશ થાય છે. બોલિવૂડના સ્ટાર્સમાં બીએમડબલ્યુ સિરિઝ ૭ લક્ઝરી સિડાન ઘણી લોકપ્રિય બની ચૂકી છે. બોલિવૂડમાં અજય દેવગણ, સોનમ કપૂર, જિતેન્દ્ર, રિતેશ દેશમુખ અને સોનુ સુદ આ પ્રિમિયમ કાર ધરાવે છે.