રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરનું 81 વર્ષની વયે નિધન, 'રામાયણ'ના 'લક્ષ્મણે' દુઃખ વ્યક્ત કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramanand Sagar son Prem Sagar Passed Away: રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું આજે એટલે કે 31મી ઓગસ્ટે અવસાન થયું છે. રિપોર્ટ્સ મુજબ, પ્રેમ સાગરનું નિધન આજે સવારે 10 વાગ્યાની આસપાસ થયું છે. 84 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી ઉંમર-સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. પ્રેમ સાગરના નિધનથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. 'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીએ પ્રેમ સાગરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સુનીલ લહેરીએ દુઃખ વ્યક્ત કર્યું
'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીએ પ્રેમ સાગરની એક તસવીર શેર કરીને લખ્યું, 'આ દુઃખદ સમાચાર શેર કરતાં અત્યંત દુઃખ થઈ રહ્યું છે, રામાનંદ સાગરજીના પુત્ર પ્રેમ સાગરનું અવસાન થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.'

પ્રેમ સાગર ફિલ્મમેકર અને સિનેમેટોગ્રાફર હતા
ફિલ્મમેકર અને સિનેમેટોગ્રાફર પ્રેમ સાગરના અંતિમ સંસ્કાર જુહૂમાં થશે. તેમણે 1968માં FTIIમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને 'અલિફ લૈલા', 'ચરસ' જેવી ફિલ્મો બનાવી હતી. આ ઉપરાંત, તેમણે 1985ના લોકપ્રિય ટીવી શો 'વિક્રમ ઔર બેતાલ'નું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું હતું.
પ્રેમ સાગર, રામાનંદ સાગર ફાઉન્ડેશનમાં ખૂબ એક્ટીવ હતા. આ ફાઉન્ડેશન શિક્ષણ અને કલ્યાણ માટેની એક નોન-પ્રોફિટ કંપની હતી જે મહારાષ્ટ્રના ગામડાઓ અને અનેક સમુદાયો માટે કામ કરતી હતી. હવે આ વારસો પ્રેમ સાગરના પુત્ર શિવ સાગર આગળ વધારશે.








