For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકુમાર રાવ આગામી ફિલ્મમાં એક પ્રજ્ઞાાચક્ષુ ઉદ્યોગપતિની બાયોપિકમાં જોવા મળશે

Updated: Jan 7th, 2022

Article Content Image

- ભૂષણ કુમાર નિર્મિત આ ફિલ્મની ઘોષણા

મુંબઇ : રાજકુમાર રાવ આગામી ફિલ્મમાં એક દ્રષ્ટિહીન ઉદ્યોગપતિના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર તેમજ અન્યો છે. આ એક એવા ઉદ્યોગપતિની બાયોપિક છે જેણે પોતાની નેત્રહીનતાને પોતાના  શમણાં પર હાવી થવા દીધી નહોતી. અને એક કંપનીની સ્થાપના કરી હતી. 

શ્રીકાંત બોલા નામના ઉદ્યોગપતિ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે બોલેન્ટ નામની ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી અને તેનું નેતૃત્વ તેમણે રવિકાંથ મંથાને સોપ્યું છે. આંધ્ર પ્રદેશના એક નાનકડા ગામના રહેનારા શ્રીકાંથ જન્મથી જ દ્રષ્ટિહીન હતા. તેમના માતા-પિતા અત્યંત ગરીબ અને અભણ હતા.તેથી શ્રીકાંથને નાનપણથી જ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. 

શ્રીકાંથે દસનું ધોરણ ઉતીર્ણ કર્યા પછી સાયન્સની સ્ટ્રીમથી અભ્યાસ કરવા માટે તેમણે રાજ્યની વિરુદ્ધ લાંબી કાયદાકીય લડાઇ લડી હતી. તેમણે ૧૦અને ૧૨ધોરણ ઉતીર્ણ કર્યા પછી અમેરિકાની એક યુનિવર્સિટીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્રહીન વિદ્યાર્થી બનવાનું ગોરવ મેળવ્યું હતું. તેઓ દ્રઢપણે માને છે કે, તમારા શમણા પુરા કરવા માટે દ્રષ્ટિની શક્તિ કરતાં મગજ વધુ મહત્વનું છે. પોતાના દ્રઢ સંકલ્પના કારણે શ્રીકાંથ એક ઉદ્યોગપતિની હરોળમાં આવી શક્યા.

Gujarat