Entertainment

'શું મારા પાસે પણ વાસણ ધોવડાવશે?', બિગ બોસની ઓફર અંગે રાજેશ ખન્નાનું કેવું હતું રિએક્શન

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
વિવાદાસ્પદ રિયાલિટી શો ‘Bigg Boss 19’ જલ્દીથી શરૂ થવા જઇ રહ્યો છે. આ શોને દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ રિયાલિટી શો માં અત્યાર સુધી ઘણાં ટીવી સ્ટાર્સની સાથે બોલિવૂડના સ્ટાર્સ પણ ભાગ લઈ ચૂક્યા છે, જેમાં રાહુલ દેવ, અરમાન કોહલી, શક્તિ કપૂર અને રાહુલ રૉય પણ સામેલ છે. હવે હાલમાં જ સ્વર્ગીય સુપરસ્ટાર રાજેશ ખન્નાની કથિત ગર્લફ્રેન્ડ અનિતા અડવાણીએ ખુલાસો કર્યો કે 'કાકા'ને પણ આ શો ઓફર થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'શું મારા પાસે પણ વાસણ ધોવડાવશે?', બિગ બોસની ઓફર અંગે રાજેશ ખન્નાનું કેવું હતું રિએક્શન

Image source: IANS 

Rajesh Khanna Bigg Boss: વિવાદાસ્પદ રિયાલિટી શો ‘Bigg Boss 19’ જલ્દીથી શરૂ થવા જઇ રહ્યો છે. આ શોને દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ રિયાલિટી શો માં અત્યાર સુધી ઘણાં ટીવી સ્ટાર્સની સાથે બોલિવૂડના સ્ટાર્સ પણ ભાગ લઈ ચૂક્યા છે, જેમાં રાહુલ  દેવ, અરમાન કોહલી, શક્તિ કપૂર અને રાહુલ રૉય પણ સામેલ છે. હવે હાલમાં જ સ્વર્ગીય સુપરસ્ટાર રાજેશ ખન્નાની કથિત ગર્લફ્રેન્ડ અનિતા અડવાણીએ ખુલાસો કર્યો કે 'કાકા'ને પણ આ શો ઓફર થયો હતો.  

આ પણ વાંચો : યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા

અમુક દિવસો પહેલા અનિતા અડવાણીએ એક ઇન્ટરવ્યૂમાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી વસ્તુઓ શેર કરી હતી, સાથે તેમણે રાજેશ ખન્નાથી જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે ‘શું ખરેખર કાકાને ‘Bigg Boss' ઓફર થઈ હતી.’ આ સવાલના જવાબમાં તેણે હા પાડી અને આ અંગે પ્રતિક્રિયા પણ આપી. 

રાજેશ ખન્નાને  ‘Bigg Boss'ની ઓફર મળી હતી 

અનિતા અડવાણીએ કહ્યું કે, 'કાકાને જ્યારે ‘Bigg Boss'ની ઑફર મળી ત્યારે મેકર્સ તેમને વધારે ફી પણ આપવા તૈયાર હતા. હું પહેલા પણ એક પોડકાસ્ટમાં કહી ચૂકી છું કે, એક દિવસ તેમણે મને કહ્યું કે જો હું Bigg Boss ગયો હોત, તો વધુ સારો વ્યક્તિ બની શક્ત'.

અનિતાએ આગળ જણાવ્યું કે, 'આ સાંભળીને હું તો આશ્ચર્યમાં પડી ગઈ. મેં 'કાકા'ને કહ્યું કે આ શો તમારા લાયક નથી. તમારો ઔરા આ શોથી ઘણો વધારે છે. મેં તેમને કહ્યું કે ત્યાં ઘણું કામ પણ કરાવશે. વાસણ પણ ધોવા પડશે.’ત્યારે તેમણે મને પૂછયું કે ‘મારી પાસે પણ કામ કરાવશે? મારે પણ વાસણ ધોવા પડશે?,’ત્યારે મેં તેમને કહ્યું કે 'નહીં તમારી પાસે તો નહીં ધોવડાવે.' આ તમામ વાત હળવા અંદાજમાં થઈ હતી. આ સંવાદ વખતે અમે ખૂબ હસ્યા હતા.