Lifestyle & Fashion

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
ચોમાસાની ઋતુ ગયા બાદ ઘણાં લોકો ઠંડી અને ગરમીની ઋતુમાં રજાઓ માણવાની તારીખો અત્યારથી જ નક્કી કરી લે છે. એવા ઘણાં લોકો પણ છે જે રજા માણવા વિદેશ જતાં હોય છે. નોંધનીય છે કે દરેક દેશના નિયમો મુસાફરો માટે જુદા-જુદા હોય છે. એવી જ રીતે યુરોપના નિયમો પણ મુસાફરો માટે જુદા લોકો યુરોપ જવાની તૈયાર કરી રહ્યા છે તો તેમને આ સમાચાર વાંચવા ખાસ જરૂરી છે, નહીં તો ભયંકર હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા
Image source: envato 

European cities slap hefty fees on tourists : ચોમાસાની ઋતુ ગયા બાદ ઘણાં લોકો ઠંડી અને ગરમીની ઋતુમાં રજાઓ માણવાની તારીખો અત્યારથી જ નક્કી કરી લે છે. એવા ઘણાં લોકો પણ છે જે રજા માણવા વિદેશ જતાં હોય છે. નોંધનીય છે કે દરેક દેશના નિયમો મુસાફરો માટે જુદા-જુદા હોય છે. એવી જ રીતે યુરોપના નિયમો પણ મુસાફરો માટે જુદા લોકો યુરોપ જવાની તૈયાર કરી રહ્યા છે તો તેમને આ સમાચાર વાંચવા ખાસ જરૂરી છે, નહીં તો ભયંકર હાલાકીનો સામનો કરવો પડી શકે છે. 

આ નિયમોનું ખાસ ધ્યાન રાખજો 

રજાઓ માણવા જો તમે યુરોપ જવાનો પ્લાન કરી રહ્યા છો તો અહીંના એવા નિયમો વિશે જાણી લેવું ખાસ જરૂરી છે. જો તમને અહીંના નિયમો વિશે જાણતા નથી અને અજાણતામાં કોઈ નિયમનું ઉલંઘન કરશો તો ભારે દંડ ભરવો પડશે. જણાવી દઈએકે યુરોપ એવી ઘણી વસ્તુઓ છે, જેના પર ત્યાંની સરકારે દંડના નિયમ લાગુ કર્યા છે. 

સમુદ્ર કિનારે ચપ્પલ પહેરવા નહીં 

જો તમે ગરમીની રજાઓમાં યુરોપના સમુદ્ર કિનારે ફરવા જઈ રહ્યા છો તો તમે સાથે ચંપલ લઇને ન જતા. જો તમે સમુદ્ર કિનારે ચંપલ પહેરીને જશો, તો પણ તમારે ભારે દંડ ભરવો પડશે. એટલું જ નહીં, બિચ પર કાંકરા ઉપાડવા બદલ પણ અહીં દંડ ભરવો પડી શકે છે.  

સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવા પર દંડ 

એક રિપોર્ટ અનુસાર બાર્સિલોના, અલ્બુફેરા, સ્પ્લિટ, સોરેન્ટો, કાન અને વેનિસ શહેરોના સમુદ્ર કિનારે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરનારને 1,747 ડોલર સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. 

વિમાનનો સીટ બેલ્ટ 

જ્યારે તમારું વિમાન યુરોપમાં લેન્ડ થાય તે પહેલા સીટ બેલ્ટ ખોલી દેવા બદલ પણ દંડ ભરવો પડી શકે છે.  

ડ્રિંક અને વૉક

મૈલોર્કા, ઇબીજા, મૈગલુફ અને કૈનરી દ્વીપ વિસ્તારના રસ્તા પર હાર્ડ ડ્રિંક કરશો તો 3,495 ડોલરનો દંડ ભરવો પડી શકે છે. સ્પેનમાં, પૂલ ચેર પર વધારે સમય સુધી ટૉવેલ રાખી મૂકવા બદલ પણ 291 ડોલરનો દંડ ચૂકવવો પડી શકે છે.