Entertainment

નિર્માતા ભૂષણ કુમાર પોતાની બે ફિલ્મોની સીકવલની તૈયારી કરી રહ્યો છે

By GS Team
8 May 20201 min read
This article was originally published on 8 May 2020
નિર્માતા ભૂષણ કુમાર પોતાની બે ફિલ્મોની સીકવલની તૈયારી કરી રહ્યો છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 મે 2020, ગુરુવાર

હાલ લોકડાઉનના કારણે મનોરંજન ઇન્ડસ્ટ્રી બંધ પડી છે તેવામાં ફિલ્મ નિર્માતાઓ પોતાના આગામી પ્રોજેક્ટની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં  નિર્માતા ભૂષણ કુમારનો પણ સમાવેશ છે. 

ભૂષણ કુમારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તે જલદી જ દે દે પ્યાર દે અને સોનૂ કે ટીટૂ કી સ્વીટીની સીકવલ શરૂ કરવાનો છે. મારા અને લવ રંજનના મગજમાં દે દે પ્યાર દેની સીકવલ છે જ્યારે સોનૂ કે ટીટી કી સ્વીટીને અમે ફ્રેન્ચાઇઝીમાં બદલી નાખશું. 

દે દે પ્યાર દે ની વાત કરીએ તો આ વાર્તા એક ૫૦ વરસના એક પુરુષની છે. જે પોતાના કરતા અડધી નાની વયની યુવતીના પ્રેમમાં પડે છે. દિગ્દર્શક લવ રંજને આ ફિલ્મને મનોરંજક બનાવી હતી. હવે જલદી જ તેનો બીજો હિસ્સો બનાવામાં આવશે. 

જ્યારે સોનૂ કે ટીટૂ કી સ્વીટીની વાત કરીએ તો આ ફિલ્મની વાર્તા બે એવા મિત્રોની આસપાસ ફરે છે જેમની દોસ્તીને તોડવા માટે એક હસીના ભરપૂર પ્રયાસ કરે છે પરંતુ તે સફળ થતી નથી. કાર્તિક આર્યનની કારકિર્દીની આ હિટ ફિલ્મ છે. આ ફિલ્મ પછી જ તેની તકદીર ચમકી ગઇ. હવે આની સીકવલ પણ જોવા મળવાની છે.