For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રિયંકા ચોપરાએ પતિ અને પુત્રીને મેચિંગ સ્નીકર્સ ભેટમાં આપ્યા, ફાધર્સ ડેની ઉજવણી કરી

Updated: Jun 20th, 2022

પ્રિયંકા ચોપરાએ પતિ અને પુત્રીને મેચિંગ સ્નીકર્સ ભેટમાં આપ્યા, ફાધર્સ ડેની ઉજવણી કરી

મુંબઈ, તા. 20 જૂન 2022, સોમવાર

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પુત્રી માલતી સાથે પહેલો ફાધર્સ ડે ઉજવ્યો હતો. પ્રિયંકા અને નિક દ્વારા પોતાની પુત્રીના પહેલા ફાધર્સ ડે દરમિયાન એક ખાસ તસવીર શેર કરવામાં આવી હતી. પ્રિયંકા અને નિકે આ દિવસે એક સુંદર તસવીર પોસ્ટ કરીને ચાહકોને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. આ સ્પેશિયલ દિવસે પિતા અને પુત્રીનું બોન્ડિંગ જોઈને લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. 

સૌથી મહત્વની વાત એ છે કે, પ્રિયંકા ચોપરાએ પોતાની પુત્રી માલતી અને પતિ નિક જોનાસ માટે ફાધર્સ ડેને ખૂબ જ ખાસ બનાવ્યો હતો. પ્રિયંકાએ પિતા-પુત્રીને મેચિંગ સ્નીકર્સ ગિફ્ટ કર્યા હતા. પ્રિયંકાએ વ્હાઈટ સ્નીકર્સ પણ ખાસ કસ્ટમાઈઝ કર્યા હતા.

પ્રિયંકા અને નિક દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં માલતી પોતાના પિતા નિક જોનાસ સાથે ઉભેલી જોવા મળે છે. જો કે કપલે હજુ સુધી દીકરીના ચહેરાની ઝલક દેખાડી નથી. આ તસવીરમાં નિકે સફેદ રંગનો ટુવાલ અને પગમાં સફેદ સ્નીકર્સ (જૂતા) પહેર્યા છે. સાથે જ આ કપલે તેમની દીકરીને પણ સફેદ સ્નીકર્સ પહેરાવ્યા છે.

Gujarat