પ્રિયદર્શન અને રિતેશ દેશમુખે માલામાલ વીકલી ટુ ફિલ્મ છોડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હવે અમિત જોશી માલામાલ વીકલી ટુનું નિર્દેશન કરશે
મુંબઇ : ૨૦૦૬માં આવેલી 'માલામાલ' ફિલ્મની સિક્વલ 'માલામાલ વીકલી ટુ' નિર્દેશક પ્રિયદર્શન અને એક્ટર રિતેશ દેશમુખે છોડી દીધી છે. ઓરિજિનલ ફિલ્મ માલામાલનું નિર્દેશન કરનારા પ્રિયદર્શને જણાવ્યું હતું કે હું આ ફિલ્મ કરી રહ્યો નથી. મેં કોઇ સિક્વલ ન કરવાનું નક્કી કર્યું છે.
૧૯૯૮માં આવેલી કોમેડી ફિલ્મ 'વેકિંગ નેડ' પર આધારીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ પુરવાર થઇ હતી.
તેલુગુમાં આ ફિલ્મને ૨૦૦૬માં 'ભાગ્યલક્ષ્મી બમ્પર' તરીકે ૨૦૧૨માં કન્નડમાં 'ડાકોટા પિક્ચર' તરીકે અને ૨૦૧૪માં મલયાલમમાં 'અમાયુમ મુયાલુમ' તરીકે રીમેક કરવામાં આવી હતી.
મલયાલમ ફિલ્મનું નિર્દેશન પણ પ્રિયદર્શને જ કર્યું હતું.
હવે આ ફિલ્મનું નિર્દેશન અમિત જોશીને સોંપવામાં આવ્યું છે. શાહિદ કપૂર અને ક્રિતી સેનન અભિનિત ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા 'ના સહનિર્દેશક અમિત જોશી હતા. ફિલ્મના અન્ય કલાકારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.




