Entertainment

પોપ સિંગર માઈલી સાયરસ વીકએન્ડમાં મેક્સ મોરાન્ડો સાથે પરણે તેવી ચર્ચા

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
ત્રણવાર ગ્રેમી વિજેતા પોપ ગાયિકા માઈલી સાયરસ આ વીકએન્ડમાં કેલિફોર્નિયામાં 28 વર્ષીય મ્યુઝિશિયન મેક્સ મોરાન્ડો સાથે બીજા લગ્ન કરવા જઈ રહી છે. 2021માં બ્લાઇન્ડ ડેટ પર મળ્યા બાદ બંને પાંચ વર્ષથી સાથે છે. મેક્સે જાપાનમાં પ્રપોઝ કર્યા બાદ સગાઈ થઈ હતી. માઈલીના આ બીજા લગ્ન છે, જ્યારે મેક્સના પ્રથમ લગ્ન. તેણીએ લગ્નની તૈયારીઓ માટે કામની દરખાસ્તો પણ નકારી કાઢી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોપ સિંગર માઈલી સાયરસ  વીકએન્ડમાં મેક્સ મોરાન્ડો સાથે પરણે તેવી ચર્ચા
  • બંને પાંચ વર્ષથી સાથે છે ગયા વર્ષે સગાઇ કરી
  • માઈલી અગાઉ થોર ફેમ એક્ટર લિયામ હેમ્સવર્થ સાથે ૨૦૧૮માં લગ્ન કરી ૨૦૧૯માં છૂટી પડી ગયેલી

મુંબઇ : ત્રણવાર ગ્રેમીએવોર્ડ જીતનારી પોપ ગાયિકા માઈલી સાયરસ આ વીક એન્ડમાં કેલિફોર્નિયામાં બીજા લગ્ન કરવા જઇ રહી હોવાના અહેવાલો છે. ૩૪ વર્ષની માઈલી ના આ બીજા લગ્ન હશે જ્યારે ૨૮ વર્ષના મ્યુઝિશ્યન મેક્સ મોરાન્ડોના આ પહેલાં લગ્ન હશે.
૨૦૨૧માં બંને પહેલીવાર બ્લાઇન્ડ ડેટ પર મળ્યા એ પછી પાંચ વર્ષથી બંંને સાથે છે. ડિસેમ્બર ૨૦૨૫માં માઈલીએ ડાયમંડ રિંગ પહેરી ત્યારે તે ચર્ચાનો વિષય બનેલી. પછી માઈલીએ ગુડ મોર્નિંગ અમેરિકા શોમાં જણાવ્યું હતું કે મેક્સે જાપાનની મુલાકાત દરમ્યાન પ્રપોઝ કર્યું હતું.
માઈલીએ અગાઉ ૨૦૧૮માં થોર ફિલ્મના હિરો ઓસ્ટ્રેલિયન એક્ટર લિયામ હેમ્સવર્થ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ બંને જણાં ઓગસ્ટ ૨૦૧૯માં તો નિવારી ન શકાય તેવા મતભેદોને પગલે છૂટાં પડી ગયા હતા. માઈલીએ તેના લગ્નની તૈયારી માટે છેલ્લા થોડા અઠવાડિયાથી કામની તમામ દરખાસ્તો નકારી કાઢી હોવાનું મનાય છે.