Entertainment

પરિણીતીને ત્યાં પુત્રજન્મ, સમગ્ર બોલીવૂડે અભિનંદન પાઠવ્યાં

By GS Team
19 Oct 20251 min read
This article was originally published on 19 Oct 2025
પરિણીતીને ત્યાં પુત્રજન્મ, સમગ્ર બોલીવૂડે અભિનંદન પાઠવ્યાં

- બોલીવૂડમાં દિવાળી પહેલાં કિલકારી  ગૂંજી

- પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નનાં  બે વર્ષ બાદ માતાપિતા બન્યાં

મુંબઈ: એકટ્રેસ પરિણિતી ચોપરા એક પુત્ર સંતાનની માતા બની છે. તેણે અને રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપ્યા હતા. તે પછી બોલીવૂડ સેલિબ્રિટીઓ સહિત હજારો ચાહકોએ તેમના પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. 

પરિણિતી તથા રાઘવ ચઢ્ઢાએ સંયુક્ત પોસ્ટમાં જણાવ્યું હતું કે પહેલાં અમે બે જ હતાં, હવે અમારી આખી  દુનિયા છે. ક્રિતી, સેનન, અનન્યા પાંડે સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓએ આ પોસ્ટને વધાવી અભિનંદન પાઠવ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ સપ્ટેમ્બર ૨૦૨૩માં ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. ગયા ઓગસ્ટ માસમાં  પરિણિતીએ પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી.