Get The App

હેરા ફેરી 3 વિવાદ: પરેશ રાવલે અક્ષય કુમારની ટીમને પાઠવ્યો જવાબ, કહ્યું- હવે બધુ ઠીક થઈ જશે

Updated: May 25th, 2025

GS TEAM

Google News
Google News
હેરા ફેરી 3 વિવાદ: પરેશ રાવલે અક્ષય કુમારની ટીમને પાઠવ્યો જવાબ, કહ્યું- હવે બધુ ઠીક થઈ જશે 1 - image


Paresh Rawal Responded On Akshay Kumar Legal Notice: કલ્ટ કોમેડી 'હેરા ફેરી'ના ત્રીજા પાર્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જ્યારે પરેશ રાવલના આ ફિલ્મમાંથી હટી જવાના સમાચાર આવ્યા ત્યારે ચાહકો ભારે નિરાશ થયા હતા. જો કે વાત અહીં જ પૂરી ન થઈ. એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે, ફિલ્મમાંથી અચાનક હટી જવાના કારણે અક્ષય કુમારે તેમની સામે કેસ કરી દીધો છે.

અક્ષય કુમારે પરેશ રાવલ પર કર્યો કેસ, આવ્યો જવાબ

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમારે 'હેરા ફેરી 3' અચાનક છોડી દેવા બદલ પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો કેસ કર્યો છે. અક્ષય પાસે આ ફિલ્મના રાઈટ્સ છે અને પરેશના અચાનક ફિલ્મ છોડી દેવાથી તેને ઘણું નુકસાન થયું છે. તેથી એક્ટરે પોતાના કો-સ્ટાર વિરુદ્ધ આટલો મોટો નિર્ણય લીધો. જોકે, પરેશ રાવલે આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.


ફિલ્મ નહીં કરવા મુદ્દે પરેશ રાવલની પ્રતિક્રિયા

પરંતુ હવે લાંબા સમય બાદ તેમણે અક્ષયની લીગલ નોટિસનો જવાબ આપ્યો છે. અભિનેતાએ ખુદ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. પરેશ રાવલે X પર લખ્યું કે, 'મારા વકીલ અમિત નાઈકે ફિલ્મમાંથી મારા બહાર નીકળવા અંગે યોગ્ય જવાબ મોકલ્યો છે. એકવાર તે મારો જવાબ વાંચી લેશે તો બધા મુદ્દા ઉકેલાઈ જશે.

ફિલ્મમાંથી ખસી જવાથી અક્ષય કુમારને નુકસાન 

ડાયરેક્ટર પ્રિયદર્શને થોડા સમય પહેલા કહ્યું હતું કે, હું અક્ષય કુમાર દ્વારા પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપું છું, કારણ કે અચાનક ફિલ્મ છોડવાથી અને પ્રોજેક્ટ ખરાબ કરવાના કારણે અક્ષયને ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે પરેશ રાવલે ફિલ્મ છોડવા અંગે તેને કોઈ જાણ નહોતી કરી. અક્ષયે આ ફિલ્મમાં પોતાની મહેનતના પૈસા લગાવ્યા છે અને આ જ કારણ હોઈ શકે છે કે તેણે પરેશ રાવલ સામે કેસ કર્યો છે.

આ પણ વાંચો: 'હેરા ફેરી 3' ફિલ્મની કોન્ટ્રવર્સી અંગે અક્ષય કુમાર જુઠ્ઠુ બોલ્યો? પરેશ રાવલના ખાસ વ્યક્તિનો ખુલાસો

જ્યારે પરેશ રાવલના 'હેરા ફેરી 3' માંથી હટી જવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે અનેક કારણો આપવામાં આવ્યા હતા. એક કારણ એ હતું કે નિર્માતાઓ સાથે સર્જનાત્મક મતભેદોને કારણે અભિનેતાએ ફિલ્મ છોડી દીધી હતી. જોકે, પરેશ રાવલે પોતે પોસ્ટ કરીને આ બાબતે પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે સર્જનાત્મક મતભેદોની વાતને નકારી કાઢી હતી.

મને આ પાત્રમાંથી મુક્તિ જોઈએ

ત્યારબાદ થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ 'હેરા ફેરી'માં પોતાના પાત્ર બાબુ રાવ વિશે વાત કરતા કહ્યું હતું કે, મને આ પાત્રમાંથી મુક્તિ જોઈએ છે. બાબુ રાવનું પાત્ર ભજવતા મને ગૂંગળામણ થાય છે. બીજી તરફ કેટલાક અહેવાલો એવા પણ આવ્યા હતા કે અભિનેતાએ પોતાની ફીને કારણે ફિલ્મ છોડી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 11 લાખ રૂપિયાની પોતાની સાઈનિંગ રકમ પણ 15% વ્યાજ સાથે પરત કરી દીધી છે. હવે ફિલ્મ છોડવા પાછળનું સાચું કારણ તો માત્ર પરેશ રાવલ જ કહી શકે છે.

Tags :