Get The App

હેરા ફેરી-3માં પરેશ રાવલની વાપસી? સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ ચાહકોની અટકળ

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
હેરા ફેરી-3માં પરેશ રાવલની વાપસી? સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ ચાહકોની અટકળ 1 - image


Paresh Rawal in Hera Pheri-3: હેરા ફેરી-3ના માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં એકવાર ફરી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ લીડ રોલમાં જોવા મળશે. પરંતુ, પરેશ રાવલે થોડા સમય પહેલાં ફિલ્મ છોડી દેવાની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ફેન્સ હવે એક્ટરને વિનંતી કરી રહ્યા છે કે, તે પાછા આવી જાય. જોકે, હવે પરેશ રાવલે એક એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે લોકો મૂંઝવણમાં મૂકાયા છે કે, શું એક્ટર વાપસી કરશે કે નહીં?

આ પણ વાંચોઃ અક્ષય કુમાર અને અરશદ વારસીને હાઇકોર્ટથી રાહત, શૂટિંગ પર નહીં લાગે રોક

હેરા ફેરી ફ્રેન્ચાઇઝીમાં પરેશ રાવલે બાબૂરાવનું પાત્ર ભજવ્યું છે. હવે તેમણે ફિલ્મ છોડી દેવાની જાહેરાત કરી તો પ્રિયદર્શન, સુનીલ શેટ્ટી બધાં જ ચોંકી ગયા હતા. હવે પરેશ રાવલે ચાહકોની વિનંતી પર એવો જવાબ આપ્યો છે, જેના કારણે ચાહકો ખુશ થઈ ગયા છે. 

પરેશ રાવલે શેર કરી પોસ્ટ

પરેશ રાવલને એક ચાહકે સોશિયલ મીડિયા પર વિનંતી કરી હતી. તેણે લખ્યું હતું કે, 'સર પ્લીઝ એકવાર હેરા ફેરી વિશે ફરી વિચારી લો. તમે આ ફિલ્મના હીરો છો.' પરેશ રાવલે આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું, - 'નહીં, હેરા ફેરીમાં ત્રણ હીરો છે.' આ સાથે જ તેમણે હાર્ટ અને હાથ જોડનારૂ ઇમોજી મૂક્યું.

આ પણ વાંચોઃ 4 લોકોના કારણે ગોવિંદાની કારકિર્દી ખરાબ થઈ, પત્ની સુનીતાનો ધડાકો, કહ્યું - ચાપલૂસી પસંદ નથી

ફેન્સે કરી કોમેન્ટ

પરેશ રાવલની આ પોસ્ટ બાદ ફેન્સ મૂંઝવણમાં મૂકાયા છે. જેમાંથી એકે લખ્યું કે, 'બાબૂ ભઇયા પ્લીઝ ડિમાન્ડ પર હી કરી લો... પબ્લિકે આટલું આપ્યું છે તો તમે એકવાર અમારા લોકો માટે જ કરી લો' અન્ય એક યુઝરે લખ્યું કે, 'જો આ એક સ્ટંટ છે, તો આ કામ કરશે. હું તમને ત્રણ ફિલ્મી પિતાઓના તલાક વિશે વિચારી પણ નથી શકતો.' આ સિવાય એક યુઝરે તેને PR સ્ટંટ પણ જણાવ્યું

જણાવી દઈએ કે, પરેશ રાવલે હેરા ફેરી 3નો પ્રોમો શૂટ કરી લીધો હતો. પરેશ રાવલના ફિલ્મ છોડી દીધા બાદ અક્ષય કુમાર પરેશાન થઈ ગયા હતા અને તેમણે પરેશ રાવલ પાસે 25 કરોડ વળતર પણ માંગ્યુ હતુ.

Tags :