Get The App

4 લોકોના કારણે ગોવિંદાની કારકિર્દી ખરાબ થઈ, પત્ની સુનીતાનો ધડાકો, કહ્યું - ચાપલૂસી પસંદ નથી

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
4 લોકોના કારણે ગોવિંદાની કારકિર્દી ખરાબ થઈ, પત્ની સુનીતાનો ધડાકો, કહ્યું - ચાપલૂસી પસંદ નથી 1 - image


Image Source: Twitter

Sunita Ahuja On Govinda's Flop Career: ગોવિંદા 90ના દાયકાના સુપરસ્ટાર એક્ટર્સમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર સ્ક્રીન પર એ ધમાલ નથી મચાવી શક્યો. વર્ષ 2019માં રંગીલા રાજા બાદથી તેની કોઈ ફિલ્મ પણ રિલીઝ નથી થઈ. હવે ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ એક ઈન્ટરવ્યૂમાં પતિની અટકી ગયેલી કારકિર્દી અંગે વાત કરી છે.  

મને ચાપલૂસી કરવી પસંદ નથી

એક ઈન્ટરવ્યૂમાં સુનિતાએ કહ્યું કે, 'ગોવિંદા ખોટા લોકોથી ઘેરાયેલા છે.' સુનિતાને પૂછવામાં આવ્યું કે, ગોવિંદા 17 વર્ષથી કેમ નથી દેખાતા? તેના પર સુનિતાએ કહ્યું કે, 'તેમનું સર્કલ જ ખોટું છે. આ જ સૌથી મોટી સમસ્યા છે. આજે મારી તેમની સાથે આ જ વાત પર લડાઈ થાય છે, કારણ કે, હું ખોટું નથી બોલી શકતી અને મને ચાપલૂસી કરવી પસંદ નથી.'

4 લોકોના કારણે ગોવિંદાની કારકિર્દી ખરાબ થઈ

સુનિતાએ નામ લીધા વિના ગોવિંદાની ટીમના લોકો પર આરોપ લગાવ્યા. સુનિતાનું કહેવું છે કે, તેમની પાસે 4 લોકો છે, જેમાં રાઈટર, મ્યુઝિશિયન, સેક્રેટરી અને વકીલ સામેલ છે. આ લોકો ગોવિંદાને પ્રોત્સાહન આપવાના બદલે તેને જૂની યાદોમાં ફસાવી રાખવામાં વધુ રસ ધરાવે છે. આ લોકો કોઈ કામના નથી. તેઓ માત્ર 'વાહ, વાહ!' કહે છે. જો ગોવિંદા સંગીત બનાવે છે, તો તેઓ કહે છે 'વાહ, વાહ... કમાલ કર દિયા'. આ લોકોએ ગોવિંદાને સાચું કહેવું જોઈએ. જ્યારે હું તેને સાચું કહું છું, ત્યારે તે નારાજ થઈ જાય છે. ગોવિંદા હજુ પણ એ જ જૂના ફોર્મ્યુલાને ફોલો કરે છે, જેના કારણે તે 90ના દાયકામાં સ્ટાર બન્યો હતો. તેને એ વાતનો અહેસાસ નથી કે હવે ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સ ખૂબ આગળ વધી ચૂક્યા છે. 

આ પણ વાંચો: ટીવી ઈન્ડસ્ટ્રીની સફળ અને ધનાઢ્ય અભિનેત્રીઓ, જેમાં તેજસ્વી પ્રકાશથી લઈને મૌની રોય પણ સામેલ

સુનિતાએ આગળ કહ્યું કે, હું ગોવિંદાને કહું છું કે 90નો દાયકો ખતમ થઈ ગયો છે. આ 2025 છે. જુઓ હવે નેટફ્લિક્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર શું ચાલી રહ્યું છે. પરંતુ તે તેના 'વાહ-વાહ' પ્રોડક્શન સાથે જ રહે છે. મેં ગોવિંદાને ઘણી વાર કહ્યું છે કે પોતાનું સર્કલ બદલો. જ્યાં સુધી તમારી પાસે આ 4-5 લોકો છે, ત્યાં સુધી તેઓ તમને આગળ નહીં વધવા દેશે.

Tags :