દિલજીત દોસાંઝની ફિલ્મે પાકિસ્તાનમાં બનાવ્યો રેકોર્ડ, પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી
Sardar Ji 3 Collection in Pakistan: દિલજીત દોસાંજની ફિલ્મ સરદાર જી 3ને ભારત સિવાય દુનિયાભરમાં રીલિઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં પંજાબી એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ સાથે હાનિયા આમિર અને અન્ય પાકિસ્તાની એક્ટ્રેસ જોવા મળશે. જોકે, હવે પાકિસ્તાની અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'સરદારજી 3'નું ઓપરનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું અને શો પણ હાઉસફુલ રહ્યા. ભારતમાં વિરોધ છતા પાકિસ્તાનીઓએ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો.
ઓપનિંગ ડેમાં કર્યું શાનદાર કલેક્શન
પાકિસ્તાની સિનેમાઘરોની સાથોસાથ વર્લ્ડવાઇડ પણ 'સરદાર જી 3'ની પહેલા દિવસની કમાણી શાનદાર રહી. અહેવાલો અનુસાર, દિલજીત દોસાંજ અને હાનિયા આમિરની આ ફિલ્મે પાકિસ્તાની બૉક્સ ઑફિસમાં કુલ 3 કરોડથી વધુની ઓપનિંગ કરી. વળી, વિશ્વભરમાં ફિલ્મે પોતાના ખાતામાં 5 કરોડથી પણ વધુ કલેક્શન કર્યું છે.
પાકિસ્તાની સિનેમાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોસ્ટ શેર કરીને આ આંકડા જાહેર કર્યા છે. હાનિયા આમિરે પણ આ ગ્રાન્ડ ઓપનિંગ બાદ ફેન્સનો આભાર માન્યો.
પાકિસ્તાનમાં સૌથી વધુ ઓપનિંગ કરનારી પંજાબી ફિલ્મ 'સરદાર જી'
દિલજીત દોસાંજની ફિલ્મ દુનિયાભરમાં ખૂબ જ સારૂ પરફોર્મ કરી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓપનિંગ ડેમાં સિનેમાઘરોમાં શો હાઉસફૂલ હતા. અનેક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, 'સરદાર જી 3' પાકિસ્તાનમાં સૌથી કમાણી કરનારી પહેલી ઓપનિંગ ફિલ્મ છે. નોંધનીય છે કે, સરદાર જી 1 અને 2 બંને સુપરહિટ રહી હતી.
સરદાર જીએ 2015માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મોમાં સૌથી વધુ કલેક્શનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મના સક્સેસ બાદ 2016માં સરદાર જી 2 રિલીઝ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, સરદાર જી 3ને લઈને ભારતમાં વિવાદ શરૂ છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી રહી છે. જેના કારણે ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં નથી આવી.