સિદ્ધાર્થ શુક્લાથી લઈને શેફાલી જરીવાલા સુધી... અનેક સેલિબ્રિટી બન્યા હાર્ટ એટેકનો શિકાર, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| |||
Celebrities who Succumbing to Heart Attacks: અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે. શેફાલી જરીવાલાએ 42 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતાઓ અને ગાયકો છે જેમનું હૃદય સંબંધિત રોગના કારણે મૃત્યુ નિપજ્યું છે. કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર, બિગબોસ-13 વિજેતા અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, ગાયક કેકે, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને ડિરેક્ટર રાજ કૌશલ જેવી મોટી હસ્તીઓનું પણ અચાનક હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટથી મોત નીપજ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ મહામારી બાદ હૃદય સંબંધિત સમસ્યાઓથી થતા મૃત્યુઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, આ મૃત્યુઓનું મુખ્ય કારણ કોવિડ હોય તેવા કોઈ પુરાવા સાબિત થયા નથી.
| |
શેફાલી જરીવાલા
'કાંટા લગા' ગીતથી પ્રખ્યાત થયેલી શેફાલી જરીવાલાનું ગઈ કાલે રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું .તે ઘરની અંદર બેહોશ હાલતમાં મળી હતી. તેના પતિ પરાગ ત્યાગીએ તેને હોસ્પિટલ લઈ ગયો પણ હોસ્પિટલમાં ડોક્ટરે અભિનેત્રીને મૃત જાહેર કર્યા હતા. જોકે, પોલીસ તપાસ કરી રહી છે કે શું ખરેખર શેફાલીનું મોત હાર્ટ એટેકથી થયું કે કોઈ બીજું કારણ છે.
![]() |
image source: IANS |
સિદ્ધાર્થ શુક્લા
બિગબોસ-13ના વિજેતા અને ટેલિવિઝન અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર, 2021ના રોજ 40 વર્ષની ઉંમરમાં અચાનક હાર્ટએટેકના કારણે નિધન થયું હતું.
| |
પુનીત રાજકુમાર
કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું 29 ઓક્ટોબર, 2021ના રોજ 46 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકના દરમિયાન નિધન થયું હતું.
|
કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)
પ્રખ્યાત ગાયક કેકેનું 31 મે, 2022ના રોજ 53 વર્ષની ઉંમરમાં કોલકાતામાં એક સંગીત કાર્યક્રમ દરમિયાન હાર્ટએટેકના કારણે નિધન થયું હતું.
| |
રાજુ શ્રીવાસ્તવ
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને ઓગસ્ટ 2022માં હાર્ટ એટેક આવ્યો હતો. તેમણે મુંબઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પણ તેમની વધુ લથડતા 21 સપ્ટેમ્બર 2022ના રોજ 58 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું.
| |
સતીશ કૌશિક
ભારતીય સિનેમાના ઉમદા કલાકારોમાંથી એક સતીશ કૌશિકનું 9 માર્ચ, 2023ના રોજ 66 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકને કારણે નિધન થયું હતું.















