Entertainment

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતાનું નિધન, પરિવારની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતા શ્રીમતી હેમવંતી દેવીનું શનિવારે નિધન થયું હતું. તેમણે બિહારના ગોપાલગંજના બેલસંદ ખાતેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 89 વર્ષીય હેમવંતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પંકજ તેમના અંતિમ સમય દરમિયાન તેમની માતા સાથે હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતાનું નિધન, પરિવારની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર

Pankaj Tripathi : દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતા શ્રીમતી હેમવંતી દેવીનું શનિવારે  નિધન થયું હતું. તેમણે બિહારના ગોપાલગંજના બેલસંદ ખાતેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 89 વર્ષીય હેમવંતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પંકજ તેમના અંતિમ સમય દરમિયાન તેમની માતા સાથે હતા.

આ પણ વાંચો: 'ઓસ્કર અને નેશનલ એવોર્ડમાં થાય છે લોબિંગ', ઈન્ડસ્ટ્રીના વિવાદાસ્પદ મુદ્દા પર બોલ્યા પરેશ રાવલ

પરિવારનું નિવેદન

ત્રિપાઠી પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ખૂબ જ દુઃખ જણાવવામાં આવે છે કે, શ્રીમતી હેમવંતી દેવીના નિધન થયું છે. 89 વર્ષીય હેમવંતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમણે તેમના પરિવાર સાથે નિદ્રામાં અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સમય દરમિયાન પંકજ ત્રિપાઠી તેમની સાથે હતા. પરિવારે આ દુઃખના સમયને ગુપ્ત રાખવાની અપીલ કરી હતી કે, દરેક શ્રીમતી હેમવંતી દેવીને તેમની પ્રાર્થનામાં યાદ કરે. 

આ પણ વાંચો: VIDEO : બર્થડે શાહરુખ ખાનની ચાહકોને 'રિટર્ન ગિફ્ટ', કિંગ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર

અંતિમ સંસ્કાર

માહિતી પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર શનિવારે બેલસંદમાં કરવામાં આવ્યા હતા, જેમાં પરિવાર, સંબંધીઓ અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. પરિવારે દરેકને વિનંતી કરી છે કે આ  દુ:ખના સમયને ગોપનીયતાનો આદર કરે અને તેમને શાંતિથી શોક મનાવવા અપીલ કરી છે.