'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હાર્ટ ઍટેક, હોસ્પિટલમાં દાખલ
Asif Khan Heart Attack: 'પંચાયત' અને 'ભૂતની' જેવી લોકપ્રિય ફિલ્મ- વેબ સીરિઝમાં કામ કરી ચૂકેલા એક્ટર આસિફ ખાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટરને 2 દિવસ પહેલા હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. આ દુખદ સમાચાર આવતાં તેમના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતા વ્યાપી ગઈ હતી. અચાનક આ ઘટના બનતાં તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં હાજર થયા સમય રૈના સહિત 5 ઈન્ફ્લુએન્સર, બે સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ
એક્ટર આસિફ ખાનને આવ્યો હાર્ટ એટેક
34 વર્ષીય આસિફ ખાનને બે દિવસ પહેલા હાર્ટ એેટેક આવ્યો હતો, પરંતુ રાહતના સમાચાર એ હતા કે, તેમની હાલત સ્થિર હતી અને તબિયત સુધારા પર હતી. તેમજ જ્યાં સુધી આસિફ બરોબર ઠીક ન થઈ જાય ત્યાં સુધી તેમને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. રાહતના સમાચાર એ છે કે, તેઓ હવે તંદુરસ્ત છે.
આ પણ વાંચો: રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કર્યો ભાવુક મેસેજ
જેમ જેમ એક્ટરની તબિયતમાં સુધારો થતો ગયો, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ભાવનાત્મક મેસેજ શેર કર્યો. તેમણે લખ્યું કે, 'છેલ્લા 36 કલાકથી આ બધું જોયા પછી એ અહેસાસ થયો. જીવન ખૂબ ટૂંકું છે, એક પણ દિવસને હળવાશથી ન લો. એક ક્ષણમાં બધું બદલાઈ શકે છે.